Nawanagar Time
ગુજરાત જામનગર

દિવ્યાંગોએ ક્રિકેટ મેચથી મતદાનનો સંદેશ આપ્યો

divisions-gave-a-message-of-voting-from-a-cricket-match

જામનગર:-જિલ્લા ચુંટણી અધિકારી  દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત દિવ્યાંગ ભાઈઓ વચ્ચે અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ડીસ્ટ્રીક આઈકોન જીમીષ પારેખ ઉપસ્થિત રહ્યાં હતા અને કલેકટરશ્રી દ્વારા તેમનુ કેપ અને ગીફટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં જામનગર શહેર અને જામનગર ગ્રામ્ય એમ બે ટીમો  ક્રિકેટ મેચ ખેલાયો હતો. તેમાં જામનગર શહેર ટીમનો વિજય થયો હતો જેમને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી રવિશંકર દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગતના આ મેચમાં દિવ્યાંગભાઈઓ અને અધિકારીઓ દ્વારા મતદાન કરવાના શપથ લેવામાં આવ્યાં હતા. આ ક્રિકેટ મેચમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અફસાના મકવા,  કલેકટરશ્રી મનીષ ગુરવાણી, રમત-ગમત અધિકારી વાળા, પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન ફોર સ્પેશિયલ ચાઈલ્ડ રાજકોટના સેક્રેટરી ભાસ્કર પારેખ અને બહોળી સંખ્યામાં દિવ્યાંગો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

ધ્રોલના ફાયરીંગ પ્રકરણમાં શાર્પ શૂટરને ઉત્તર પ્રદેશથી દબોચી લેતી એલસીબી

Nawanagar Time

રિલાયન્સ કંપનીમાંથી પાંચ લાખના કોપર વાયરની ચોરીની ફરિયાદ

Nawanagar Time

‘નવાનગર ટાઈમ’ના અહેવાલના પગલે ધ્રોલમાં દવા છંટકાવની કામગીરી

Nawanagar Time

Leave a Comment