Nawanagar Time
ધાર્મિક

આ વસ્તુઓ ન ઓળંગવી રસ્તા પરની, નહિં તો લઈ આવશો આફત ઘરે

do-not-cross-these-things-on-the-road-otherwise-bring-the-disaster-home

વિષ્ણુ પુરાણમાં જીવનને સુખી અને ખુશહાલ બનાવવાના નિયમો જણાવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી અને તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આવા જ કેટલાંક નિયમો છે રસ્તા પર ચાલતી વખતે ધ્યાનમાં રાખવાના. સવાર હોય કે સાંજ જ્યારે પણ આપણે બહાર જઈએ કે બહારથી ઘરે પરત ફરીએ ત્યારે રસ્તા પરની કેટલીક વસ્તુઓને ઓળંગવી ન જોઈએ. આમ કરવાથી વ્યક્તિને દુ:ખ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સ્નાન પછી રસ્તા પર નીકળેલું પાણી

રસ્તા પર નીકળેલું આવું પાણી ક્યારેય ઓળંગવું ન જોઈએ. આમ કરવાથી વ્યક્તિની પવિત્રતા નષ્ટ થઈ જાય છે. જ્યારે પણ આવું ગંદુ પાણી રસ્તા પર નીકળેલું જોવા મળે તેનાથી દૂર રહીને જ ચાલવું.

અસ્થિ

શાસ્ત્રોનુસાર મૃત પ્રાણીઓના સ્પર્શથી પણ વ્યક્તિ અપવિત્ર થઈ શકે છે. આવું થાય તો અવશ્ય સ્નાન કરી લેવું જોઈએ. રોડ પર જો કોઈ પ્રાણી કે પક્ષીના હાડકાં કે અન્ય ભાગ પડ્યાં હોય તો તેને પણ ઓળંગવા નહીં.

વાળ

વાળને પણ અપવિત્ર ગણવામાં આવે છે. રસ્તામાં કોઈ વ્યક્તિના વાળ જોવા મળે તો તેના પર ક્યારેય પગ ન મુકવો. તેનાથી હંમેશા દૂર ચાલવું જોઈએ.

ભસ્મ

યજ્ઞ કે હવન કર્યા પછી થયેલી ભસ્મને પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. અનેક સ્થળોએ રસ્તા પર પણ તેને ઢોળી દેવામાં આવી હોય છે. તેના પર પણ ક્યારેય ચાલવું નહીં. ભસ્મ અત્યંત પવિત્ર હોય છે. તેથી તેના પર ચાલવાથી સમસ્યાઓ દેવીની અવકૃપા થઈ શકે છે.

અપવિત્ર વસ્તુઓ

રસ્તામાં આવતાં-જતાં અનેકવાર અપવિત્ર વસ્તુઓ જોવા મળે છે. આવી વસ્તુઓથી પણ દૂર રહેવું સારું. તેના સ્પર્શથી પણ શરીર અપવિત્ર થઈ જાય છે. આવી વસ્તુને અડ્યા પછી કરેલું પૂજાનું કર્મ પણ ભગવાન સ્વીકારતાં નથી.

ઉતરેલા લીંબુ મરચા

રસ્તા પર કોઈની નજર ઉતારેલા લીંબુ મરચા પડેલા હોય છે તેને ન ઓળંગવા જોઈએ. નહિં તો તે દોષ તમને લાગી જાય છે.

કોળું

રસ્તા પર પડેલું કોળું પણ ન ઓળંગવું જોઈએ, તેમ કરવાથી ઘરે આફતને લઈને આવો છો.

 

Related posts

આરતી કરતા સમયે ઓલવાઇ જાય દીવો તો રાખો આ વાતનું ધ્યાન, નહીંતર…

Nawanagar Time

જાણો કે શું છે જ્યોતિષશાસ્ત્ર અને રોગો વચ્ચેનો સબંધ…

Nawanagar Time

શિવપુરાણ અનુસાર પારદ શિવલિંગની પૂજા કરનારનો થાય છે બેડોપાર

Nawanagar Time

Leave a Comment