Nawanagar Time
ગુજરાત જામનગર

ઘોદા મારતાં વાર નહીં લાગે ! ધ્રોલ પાલિકાના ચીફ ઓફિસરને ધમકી આપતો વીડિયો વાયરલ

do-not-feel-like-killing-someone-video-viral-threatening-chief-officer-of-dhrol-birla

ધ્રોલ વોર્ડ નં. 3 ના મહિલા સભ્યના પતિના બેહૂદા વર્તનને લઇ મામલો ગરમાયો: ચીફ સાંજે 6 પછી જોઇ લેવાની પણ ધમકી

જામનગર:-ધ્રોલ નગરપાલિકાના ચિફ ઓફિસરને વોર્ડ નં. 3ના મહિલા સભ્યના પતિએ તું મારો બાપ છો કહી બેહુદુ વર્તન કરવાની સાથે-સાથે ઘોદા મારતાં વાર નહીં લાગે તેવી ધમકી આપતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સાથોસાથ સરકારી  ભારે રોષ પણ વ્યાપ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ધ્રોલ નગર પાલિકામાં વોર્ડ નં. 3ના મહિલા સભ્ય ગાયત્રીબા ગોહિલના પતિ દિનેશસિંહને કોઇપણ કારણોસર નગરપાલિકાના ચિફ ઓફિસર ધર્મેશ ગોહિલ સાથે કોઇ બાબતે ઉગ્ર ચડસા-ચડસી થઇ હતી આ સમગ્ર ઘટના મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને કોઇએ સોશિયલ મિડીયામાં આ  વાઇરલ કરતાં સમગ્ર જિલ્લામાં મહિલા સભ્યના પતિના બેહુદા વર્તનને લઇ વ્યાપક ચર્ચા ઉઠવા પામી છે. આ વિડીયો સત્ય હોવાનું ચિફ ઓફિસરે કબુલ્યું છે.

ધ્રોલ નગરપાલિકાના ચિફ ઓફિસર સાથે થયેલી જીભા જોડીમાં મહિલા સભ્યના પતિદેવ દિનેશસિંહ ગોહિલ ધમકી ભર્યા સ્વરમાં ચિફ ઓફિસરને કહે છે કે, ઘોદા ગણતાં વાર નહીં લાગે…  મારો બાપ છો… ઉંચા અવાજે મારી સાથે વાત ન કરવી, હું આવું સહન નથી કરતો સહીતના વાકયપ્રયોગ કર્યા હતાં. બીજીતરફ આ માથાકુટ થવા પાછળનું કારણ બીપીએલ યાદી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

દરમિયાન ધ્રોલ નગરપાલિકામાં ઘટેલી આ ઘટનામાં મહિલા સભ્યના પતિ સાચ કબુલા માટે અન્ય ત્રણ સભ્યો પાસે ચિફ  લઇ જાય છે જયાં પણ અન્ય લોકોની હાજરીમાં નગરપાલિકાના ચિફ ઓફિસર ધર્મેશ ગોહિલને સાંજે 6 પછી જામનગર દુર પડી જશે… રસ્તામાં જ કામ પુરૂ થઇ જશે… અને ઘોદા મારતા વાર નહીં લાગે… તેવી સ્પષ્ટ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી જો કે, સામે પક્ષે ચિફઓફિસરે પણ આવી ખોટી ધમકીઓ આપવી નહીં  કહેતા સંભળાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન સમયમાં મહિલા અનામતની વાતો વચ્ચે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ચૂંટાઇ આવતી મહિલાઓની ખુરશી મોટાભાગે તેમના પતિદેવો જ સંભાળતા હોય છે અને છાશવારે અધિકારીઓ સાથે અહમનો ટકરાવ થાય ત્યારે આવી ઘટના ઘટતી હોય છે. જો કે, ધ્રોલ નગરપાલિકાના ચિફઓફિસરને સરાજાહેર ધમકી આપવા અંગેનો  વાયરલ થતાં આવનારા દિવસોમાં નવા-જુનીના એંધાણો મળી રહ્યા છે.

Related posts

મહાપાલિકામાં ધમાલ મચાવી ધમકી આપનાર પરેશ ચોવટિયા સામે અંતે ગુનો દાખલ કરાયો

Nawanagar Time

જોડિયામાં ભૂગર્ભ ગટરની ગંદકી ઉલેચવા પમ્પીંગ મશીનની માંગ

Nawanagar Time

ધો. 10માં જામનગર જિલ્લાનું 70.61 ટકા પરિણામ

Nawanagar Time

Leave a Comment