Nawanagar Time
ગુજરાત જામનગર

રૂા.90 લાખની કિંમતના 300 ટ્રાન્સફોર્મરોનો હિસાબ નથી મળતો!

do-not-get-account-of-300-transformers-worth-rs-90-lakh

ચોરીમાં ઝપટે ચઢેલા અધિકારીઓ માથે ઝળુંબતી બીજી ઘાત: આટલો જંગી સ્ટોક કયાં ગયો? સો મણનો સવાલ

જામનગર:-હકોના હિતમાં સમયે સમયે સુધરતી રહે છે જરૂરી મેન્ટેનન્સ, રીપ્લેસમેન્ટ અને સીકયોરીટી પોઇન્ટવ્યુ સાથે સલામતીના દ્રષ્ટીકોણથી  કામગીરી સાથે સાથે વીજચોરી ઝડપી લેવા માટે પણ ખુબ જહેમત ઉઠાવાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી દબાયેલા રૂા.90 લાખના 300 ટ્રાન્સફોર્મરોનો હીસાબ નથી મળતો તે ચકચારી ઉપરથી પરદો ઉઠતા વીજ ટ્રાન્સફોર્મર ચોરીમાં ઝપટે ચઢેલા અને ચાર્જશીટ મેળવેલામાંના બે ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપર બીજી ઘાત ઝળુંબી રહી છે. આટલો જંગી  કયાં ગયો તે સો મણનો સવાલ છે.

સર્કલ હેઠળ કુલ એકલાખથી વધુ ટ્રાન્સફોર્મરો લગાવાયેલ છે તે ઉપરાંત સ્ટોકમાં હંમેશા માટે બે હજારથી વધુ રહેતા હોય તથા એક હજારથી વધુ આવક કે જાવકમાં ટ્રાન્ઝીટમાં રહેલા હોય છે. એક ટ્રાન્સફોર્મરની કિંમત 30 હજાર અંદાજવામાં આવે છે.

દર વર્ષે એકંદર 12 હજાર  બદલવાના થતા હોય છે અને 30 હજારથી વધુ રીપેરીંગ કરવાના થતા હોય છે આ ટ્રાન્સફોર્મરો વીજલોડ વધુ ખેંચાતા કે અકસ્માત થવાથી બગડતા હોય કે ફાટતા હોય છે તેથી રિપેરીંગ અથવા રીપ્લેસમેન્ટ કરવામાં આવે છે. આ કામગીરી આમ તો વીજગ્રાહકોના હિત માટે છે. પરંતુ અમુક માટે લગડી સાબિત થાય છે.  જોઇએ તો રીપ્લેસમેન્ટ અને રીપેરીંગ સતત ચાલતી પ્રક્રિયા છે.

વર્ષ 2008થી નવા પ્રકારના 11 કેવીએ પ્રકારના ડીસન્ટ ટાઇપના નવા ટ્રાન્સફોર્મરો આવવાના શરૂ થયા હતાં અને વીજ વિભાગે જંગી સ્ટોક ફાળવ્યો જેથી જયાં વધુ લોડ વાળા લગભગ મોટાભાગના સ્થળોએ નવા ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ રીપ્લેશ કરી શકાય. એકી સાથે હેવી વર્કલોડ વાળી  લેન્ધી પ્રોસેસ દરમ્યાન 300 ટ્રાન્સફોર્મરો ગાયબ થઇ ગયા..! જાણકારોના મતે આ આંકડો ઘણો મોટો હોઇ શકે છે.

જામનગર સર્કલ માટે પ્રશ્ર્નએ છે કે આ માટે જવાબદારી કોની ફીકસ કરવી. ઉચ્ચ અધિકારીઓને અમુકની તો જાણ પણ છે પરંતુ અમુક કારણોસર હજુ પગલા લઇ શકયા નથી તેમજ સમગ્ર ચકચારી પ્રકરણના અનેકની  ખુલે તો પણ નવાઇ નહી જો કે તંત્ર ખોલવા માંગે તો નહી તો સમગ્ર પ્રકરણ ઉપર ધુળ વાળી દેવાય તેવો રીપોર્ટ ચોકકસ નિર્દેશ હેઠળ અને ચોકકસ લીંકથી તૈયાર થાય તો પણ નવાઇ નહીં.

આ અંગે સર્કલના જવાબદારોનું એવુ કહેવુ છે કે આ તો પ્રથમ દ્રષ્ટિએ આટલા મીસીંગ લાગે છે  વર્ષ 2018થી ઉલ્ટા થતાં જતા 2008 સુધી સમગ્રપણે તપાસ કરી સ્ટોક મેળવણું કરાશે તો આ ડીફરન્સ ન પણ રહે કેમ કે જે તે વખતે નવા ટ્રાન્સફોર્મરો આવ્યા ત્યારે ઇન્ટર સબડીવીઝન પહોંચાડવાની ઉતાવળ હતી માટે તુરંત સપ્લાય ઉપર ઘ્યાન અપાયું હશે નોંધણીને અગ્રતા અપાઇ નહીં હોય.

જાણકારીના મતે સમગ્ર પ્રકરણમાં  એક વામન ફીલ્ડના એક જે પાંચ કીમીની રેન્જમાં વધુ ફરજ બજાવ્યા કરે છે તે તાજેતરમાં પ્રમોશન મેળવેલમાંથી કોક તેમજ અન્યત્ર ફરજ બજાવી રહેલા સહીત નીચેના સ્ટાફના અમુક શંકાના દાયરામાં હોવાનું ચર્ચાય છે ઉપર જાણમાં છે અને ભીનુ સંકેલવાની જહેમત ચાલુ છે.

Related posts

યાત્રાધામ દ્વારકામાં દિવાળી પહેલાં બજારો સૂમસામ

Nawanagar Time

પુનરાવર્તન નહીં, પરિવર્તન ઝંખે છે જામનગરની પ્રજા: મુળુભાઈ કંડોરિયા

Nawanagar Time

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે ભાજપની સૅન્સ પ્રક્રિયા

Nawanagar Time

Leave a Comment