Nawanagar Time
નેશનલ

ન હોય… 199 વખત ચૂંટણી હાર્યા છે આ ‘ઈલેકશન કિંગ’!

do-not-have-199-times-the-election-is-defeated-by-election-king

200મી વખત ઉમેદવારી પત્રક ભર્યું: ગિનિસ બુકનો રેકોર્ડ તૂટશે

નવી દિલ્હી:-દુનિયામાં લોકોના કેટલાય પ્રકારના લક્ષ્ય હોય  કોઈ કંઈ બનવા માગતું હોય, તો કોઈ કંઈ મેળવવા માગતું હોય. જ્યારે વાત આવે ચૂંટણીની તો હંમેશાં વિજયનો જ વિચાર આવે, પરંતુ તામિલનાડુના સેલમમાં રહેતા પદ્મરાજન પોતાનું લક્ષ્ય કંઇ અલગ જ છે. ઇલેક્શન કિંગ તરીકે જાણતા પદ્મરાજન પોતાનું નામ ગિનિસ રેકોર્ડમાં નોંધાવવા ઇચ્છે છે અને તે પણ સૌથી વધુ  ચૂંટણી હારનારા ઉમેદવાર તરીકે. તે અત્યાર સુધીમાં 199 વખત ચૂંટણી લડીને હારી ચૂક્યો છે. દરેક ચૂંટણીમાં તે સૌથી પહેલાં ઉમેદવારી પત્રક ભરે છે. આગામી ચૂંટણીમાં પણ ધર્મપુરી બેઠક પરથી તેણે પોતાનું 200મી વખત ઉમેદવાર પત્ર ભર્યું છે.તે મંગળવારે પોતાના દીકરા શ્રીજેશ પદ્મરાજનની સાથે લગભગ સવારે 9 વાગ્યે કલેક્ટરના ચેમ્બરમાં  અને સૌથી પહેલી ઉમેદવારી નોંધાવી હતી. પાછળથી તેમણે જિલ્લા કલેક્ટર કમ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. મલારવિઝીને પોતાનું ઉમેદવારી પત્રક સોંપ્યું હતું. પદ્મરાજન ઉમેદવારી ભર્યા બાદ પ્રચાર માટે કોઇ ખર્ચ કરતા નથી, પરંતુ ઉમેદવારી કરવા પાછળ જ તેઓ લાખો રૂપિયાનું નુકસાન ભોગવી ચૂક્યા છે. તેમનું નામ પહેલાંથી જ લિમ્કા બુક  રેકોર્ડ્સમાં નોંધાયેલું છે અને હવે તેમની નજર ગિનિસ રેકોર્ડ પર છે. તેઓ જણાવે છે કે તેમનું કોઇ રાજકીય બેકગ્રાઉન્ડ નથી, પરંતુ દેશના લગભગ તમામ મોટા નેતાની વિરુદ્ધ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ આશા રાખે છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ તેમનો રેકોર્ડ જોશે. તેઓ 1988થી ઉમેદવારી કરતા રહ્યા છે  તેઓ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકથી લઇને દિલ્હી સુધીમાં ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે. તેઓ 4 પ્રધાનમંત્રીઓ, 11 મુખ્યમંત્રીઓ, 13 કેન્દ્રીય મંત્રીઓ અને 15 રાજ્ય મંત્રીઓના વિરુધ્ધ અસફળતાપૂર્વક ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, અટલ બિહારી વાજપેયી, તામિલનાડુના  મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ, કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાકરન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ.કે. એન્ટોનીની વિરુદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે.

Related posts

સિદ્ધાર્થ શુક્લા હવે ખતરાઓથી ખેલશે

Nawanagar Time

સૌથી પાવરફૂલ મહિલાઓ સામેલ થઇ અનુષ્કા

Nawanagar Time

ભીખારીને દાન આપતાં પહેલાં ચેતજો: ફેલાવે છે કોરોના..!!

Nawanagar Time

Leave a Comment