Nawanagar Time
અજબ-ગજબ

ન હોય..!! કૂતરાને હરાવી મેયર બની ગયો બકરો..!

do-not-have-beat-the-dog-and-become-the-mayor

વોશિંગ્ટન:-ભારત અથવા કોઇપણ શહેરમાં મેયર તરીકે કોઇ વ્યક્તિને ચુંટવામાં આવે છે. જો કે અમેરીકામાં વરમોન્ટ વિસ્તારમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. વરમોન્ટ શહેરમાં આ અઠવાડીયે લિંકન નામના એક બકરાને મેયર તરીકેનું પદ આપવામાં આવ્યું છે. પહેલીવાર કોઇ પાલતું જાનવરને શહેરના મેયરનું પદ આપવામાં આવ્યું છે.

આ બકરાની પસંદગી પણ ખુબ જ રસપ્રદ છે. મેયર બનેલો નુબીયન બકરો 3 વર્ષનો છે. મંગળવારે થયેલી ચૂંટણીમાં લીંકને અન્ય 15 પ્રતિસ્પર્ધીઓને હરાવીને આ જીત મેળવી છે. આ હરીફોમાં કુતરા, બીલાડીઓ સહિત અન્ય પ્રજાતીઓના પશુઓનો પણ સમાવેશ થતો હતો. આ ગામના અધિકારીને આશા છે કે ત્રણ વર્ષના આ બકરાની પસંદગી લોકતંત્રમાં એક સબક સમાન બની શકે છે. આશરે 2500 લોકોની વસ્તી ધરાવતા ફેયર હેવનમાં કોઇ ઓફિશિયલ મેયર નથી પરંતુ ગ્રામસેવક જોસેફ ગુંટેર મેયરનો બધો જ કાર્યભાળ સંભાળે છે. ગુંટેરે જ્યારે એક ન્યુઝપેપરમાં વાંચ્યું કે મિશિગનના ઓમેના ગામમાં એક બીલાડીને પોતાની મુખ્ય અધિકારી તરીકે ચુંટવામાં આવી છે ત્યારે તેણે રમતના મેદાન વિશે દાન એકઠા કરવાના હેતુથી આ રીતની ચૂંટણી કરવાનું આયોજન કરવાનો વિચાર આવ્યો હતો.

લીંકને પોતાના નજીકના હરીફ સૈમી નામના એક કુતરાને હરાવીને જીત મેળવી હતી. રમતના મેદાન માટે દાન એકઠું કરવાની આ કોશિશમાં માત્ર 100 ડોલર જ એકઠા થયા હતા પરંતુ ગ્રેટરને આ વાતનો કોઇ જ અફસોસ નથી. જ્યારે અન્ય એક સ્થાનિકના જણાવ્યા મુજબ બાળકોએ પણ વોટીંગનો આનંદ લીધો હતો. તેનું માનવું છે કે આ ચૂંટણી સ્થાનિક સરકારમાં બાળકોને રસ લેતા કરવાની એક સારી રીત છે.

Related posts

શું તમે ભારતની સૌથી મોટી મસ્જિદ જોઈ છે ??? તો જાણો આ ખાસ મસ્જિદ વિષે…

Nawanagar Time

‘વીજળી ઘર’ની ખોટી જોડણી સુધારવા કે.કા.શાસ્ત્રીએ એક વર્ષ સુધી પત્રો લખીને સત્યાગ્રહ કર્યો હતો

Nawanagar Time

હેપ્પી મધર્સ ડે: અજબ-ગજબ! મહિલાએ એક જ વર્ષમાં ચાર બાળકોને આપ્યો જન્મ

Nawanagar Time

Leave a Comment