Nawanagar Time
હેલ્થ ટીપ્સ

શું તમે પણ ઈચ્છો છો તમારું બાળક પણ ચાણક્ય જેવી તીક્ષ્ણબુધ્ધિ ધરાવે?તો બસ ક્લિક કરી જાણો…

do-you-also-want-your-child-to-have-a-sharp-edged-personalitylike-chankya

દરરોજ દૂધમાં હળદર નાખીને આપો

બાળકો નાની ઉંમરમાં જ ઘણુંબધું શીખી લેતા હોય છે, વૈજ્ઞાનિકોના મતાનુસાર બાળકના મગજનો વિકાસ પણ પાંચ વર્ષની ઉંમરસુધી સૌથી વધુ જોવા મળે છે. બાળકોને દરરોજ દૂધમાં હળદર નાખીને પીવડાવવાથી ખૂબ જ ફાયદા થાય છે. તેનાથી બાળકની યાદશક્તિમાં વધારો થાય છે.

આંબળા ખવડાવવાથી આંખો અને મગજ તેજ થાય છે

ઈંડામાં પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, બાળકને દરરોજ એક ઈંડું ખવડાવવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્યરીતે થાય છે. શિયાળામાં બાળકને આંબળા ખવડાવવાથી મગજ અને આંખોની તેજસ્વિતામાં વધારો થાય છે. આ સિવાય બાળકને આંબળાનો જામ અને જ્યૂસ પણ આપી શકાય છે.

ઓટ ખવડાવવાથી યાદશક્તિ વધુ તેજ બને છે

બાળકના મગજને તેજ બનાવવા માટે કાળી દ્રાક્ષ, જાંબુ સિવાય પ્રોટીનયુક્ત અન્ય ફ્રૂટ્સ પણ ખવડાવવા લાભદાયી છે. શાકભાજીમાં વટાણા અને અન્ય ગ્લૂકોઝયુક્ત પદાર્થનું સેવન કરાવી શકાય છે. બાળકને ઓટ (જવ જેવું એ નામનું એક વિદેશી ધાન્ય) ખવડાવવાથી યાદશક્તિ વધુ તીક્ષ્ણ બને છે.

દરરોજ સફરજન ખવડાવવું પણ અસરકારક છે

બાળકને દરરોજ સફરજન ખવડાવવું પણ અસરકારક છે કારણકે સફરજન ખાવાથી બ્રેઈન સેલ્સ એક્ટિવ રહે છે અને તેનાથી મગજ પણ એક્ટિવ રહે છે. આ સિવાય પાલક જેવી લીલી શાકભાજી પણ બાળકને ખવડાવવી જોઈએ તેનાથી આંખો તેજ થાય છે.

 

Related posts

ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય સારવાર

Nawanagar Time

બાળકના જન્મ પછી તરત જ ગર્ભનાળ કાપવા પર મૂકાશે પ્રતિબંધ

Nawanagar Time

ફિટનેસમાં સુધારો કેન્સર થવાના જોખમમાં ઘટાડો કરે છે,વધૂ જાણો…

Nawanagar Time

Leave a Comment