Nawanagar Time
હેલ્થ ટીપ્સ

શું તમને ખબર છે અથાણું ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા…

do-you-know-that-pickle-picking-is-caused-by-tremendous-benefits

આપણાં વડવાઓની થાળી અથાણાં વગર પૂરી થતી ન હતી પરંતુ આપણે તેલ અને મરચાંને કારણે અથાણું ખાવાનું જ ઓછું કરી દીધું છે. પરંતુ અથાણું ખાવાથી પણ ઘણાં ફાયદા થાય છે. અથાણા અનેક વસ્તુઓમાંથી બને છે. તો આજે આપણે અથાણાં ખાવાથી થતાં લાભ જોઇએ.

  1. અથાણામાં વિટામિન K સારા પ્રમાણમાં હોય છે જે વિટામિન બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર છે.
  2. ગર્ભાવસ્થા વખતે લીંબુ અને કેરીનું અથાણું ખાવાથી શરીરમાં દુર્બળતા ઓછી અનુભવાય છે.
  3. જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગો છો તોપણ અથાણું ખાવાથી ફેર પડે છે.
  4. અથાણામાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને ફ્રિ રેડિકલથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
  5. કેટલાક સંશોધનનું માનીએ તો ડાયાબિટીસમાં અથાણું ફાયદાકારક છે.
  6. આના સેવનથી પાચનની ક્રિયા સારી બને છે.

ભારતમાં વિવિધ પ્રકારના ફળ અને શાકમાં તેલ-મસાલા મિક્સ કરીને અથાણાં બનાવવામાં આવે છે. ઓછા તેલમાં અને પૂરતા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલા અથાણાં હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભોજનની સાથે અથાણાં ખાવામાં આવે છે. વિવિધ ફળ અને શાકની સાથે મસાલા અને તેલથી ભરપૂર અથાણાં ખાવાના ઘણા બધા ફાયદા છે.

Related posts

દરરોજ ચાલવાથી થાય છે અઢળક ફાયદા, આજથી જ ચાલુ કરી દો

Nawanagar Time

વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓનું સેવન કરતા હોય તો થાઓ સાવધાન, મૃત્યુનું જોખમ વધી શકે છે

Nawanagar Time

આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં જબરો વધારો થાય છે

Nawanagar Time

Leave a Comment