Nawanagar Time
હેલ્થ ટીપ્સ

શું તમને ખબર છે કિડનીની તપાસ ક્યારે જરૂરી બને છે?

Distinguish-Between-Kidney-Pain-and-Back-Pain-Step-3-728x466

કિડની રોગના સામાન્ય લક્ષણો – પગ અને મોં પર સોજા આવવા – ભૂખ ઓછી થઇ જવી – વારંવાર ડાયાબિટીસ ઘટી જવો – ઊલટી-ઊબકા આવવાં – થોડું કામ કરતાં પણ થાકી જવું – ચાલતા કે ઊંઘમાં શ્વાસ ચઢવો – પેશાબ ઓછો અને ધાર ધીમી થવી – કેટલાક કિસ્સામાં ઉપરોક્ત લક્ષણો દેખાતા નથી. માત્ર લોહી-પેશાબની તપાસથી જવાબ આવી શકે છે

તપાસ ક્યારે જરૂરી બને? – ડાયાબિટીસના કારણે આંખ પર અસર થાય – હાથ-પગમાં ઝણઝણાટી કે બહેરાશ જણાય – પગરખા નીકળી જાય તોય ખ્યાલ ન રહે – ટાઇપ-૧ ડાયાબિટીસના દરદીઓમાં ડાયાબિટીસ થયાના પાંચ વર્ષના અંતે અને ટાઇપ-૨ના દરદીઓમાં જ્યારે ડાયાબિટીસનું નિદાન થાય તો લક્ષણ હોવા છતાં પણ તપાસ કરાવવી જરૂરી છે.

કિડની રોગથી બચવા શું કરવું? પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું. રોજ ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીવું. બ્લડશુગરને કાબુમાં રાખવું, બ્લડ પ્રેશર નિયમિત ચેક કરવું અને જરૂર પ્રમાણે દવા લઇને કાબૂમાં રાખવું. પૌષ્ટિક આહાર લેવો તથા વજન કાબૂમાં રાખો. નિયમિત કસરત કરવી. પેઇનકિલરનો ઉપયોગ ડોક્ટરની સલાહ પ્રમાણે જ કરવો. ધુમ્રપાન, તમાકુનું સેવન ન કરવું. તમારી કિડનીની તપાસ કરાવો (જો ઘરમાં કોઇને કિડનીની બીમારી હોય તો)

Related posts

ડરો-ના જામનગરમાં માસ્ક-સૅનેટાઈઝરના કાળા બજાર કરનારની ખૈર નથી: કલેકટર

Nawanagar Time

ઉલ્ટી કરતા સમયે શરીરમાં આવી હલચલ થાય છે?થાઓ સાવધાન

Nawanagar Time

શાકભાજી અને ફળ ખાઈને પણ વજન ઘટી રહ્યો નથી? આ 5 ભૂલ હોઈ શકે છે કારણ

Nawanagar Time

Leave a Comment