Nawanagar Time
અજબ-ગજબ

શું તમને ખબર છે ?? ગાડીઓના ટાયર શા માટે કાળા હોય છે ?

આ વાત નકારી શકાય નહીં કે માનવજીવન સરળ હોય છે. તમે પણ આ વાતને માનતા હશો કે આપણે માણસોએ આપણું જીવન જીવવું સરળ બનાવ્યું છે.ટેકનોલોજીની મદદથી આજે આપણે ખૂબ સરળ જીવન જીવી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે કાર, બાઇક અથવા કોઈપણ વાહન લો. જો તે આપણા જીવનમાં ન હોય તો એક સ્થળથી બીજા સ્થળે જવુ કેટલું મુશ્કેલ બની જાત.

આપણે આપણા જીવનમાં ટાયર જોયા હશે પછી તે સાયકલ પણ હોય . નેચરલ રબરનો રંગ  ભૂખરો હોય છે તો પછી કેવી રીતે ટાયર કાળા હોય છે ? ક્યારેય તમારું મન આવા પ્રશ્નો ઉદ્ભવે છે. વલ્કેનાઇઝેશન નામની પ્રક્રિયામાં ગ્રે કલરના રબરને  કાળા કલર માં આવે છે. ટાયર બનાવવા માટે તેમાં કાળા કાર્બન નામનો પદાર્થ મિશ્રિત કરવામાં આવે છે , જેનાથી રબર ઝડપથી ઘસાતું નથી.

આવા કિસ્સામાં, જો ટાયરમાં સામાન્ય રબર લગાવેલું હોય તો તે ઝડપથી ઘસાઈ જશે અને વધારે દિવસ ટકશે નહીં. તેથી તેમાં કાળો કાર્બન અને સલ્ફર મીક્ષ કરવામાં આવે છે. જેથી તે થોડું મજબુત બની શકે અને લાંબા સમય સુધી ચાલી શકે .

સમાચારમાં આપેલી આ વાત સાબિત કરે છે કે,ટાયર કોઈ પણ સાઈઝનું  હોય અને કોઈ પણ કારનું હોય પરંતુ ટાયરનો રંગ બાદલતો નથી તે કાળો ને કાળો જ રહે છે. બધા ટાયર એકજ કલરના એટલેકે કાળા કલરના હોય છે.આ કોઈ સંજોગ નથી પરંતુ ટાયર બનાવતી સમયે પ્રયોગ કરતી વખતે ટકનોલોજીના કારણે થાય છે. ટાયર રંગીન રંગની જગ્યાએ કાળા રંગના બનાવવાનો સીધો એકજ મતલબ છેકે જેથી તે વધારે ટકી શકે.

Related posts

75 વર્ષની મહિલાએ આપ્યો બાળકીને જન્મ

Nawanagar Time

ઈંગ્લેન્ડના સ્માર્ટ તબેલામાં 5G ઇન્ટરનેટ વાપરતી ગાયો!

Nawanagar Time

એક માણસના પેટમાંથી 22 વર્ષ બાદ જે નીકળ્યું તે જોઈને આખું મેડિકલ જગત ચકિત રહી ગયું.

Nawanagar Time

Leave a Comment