Nawanagar Time
સ્વાદ પકવાન

આજના ભોજનમાં કાઈ નવું ઈચ્છોછો?તો આજેજ બનાવો આ ‘ચીઝ બટર મસાલા’

do-you-want-kaya-to-be-fresh-in-todays-meal-do-not-forget-to-start-this-cheese-butter-masala

સામગ્રી

  • 1 કપ સમારેલા ટામેટા
  • 1/2 કપ સ્લાઈસ ડુંગળી
  • 1/4 કપ કાજુ
  • 2 આખા સૂકા કાશ્મીરી લાલ મરચા
  • 2 ટેબલ સ્પૂન બટર
  • 1 ટેબલ સ્પૂન લસણ પેસ્ટ
  • તજ
  • 2 લવિંગ
  • 2 એલચી
  • 1 તમાલપત્ર
  • 2 ટેબલ સ્પૂન કસૂરી મેથી
  • 1 ટેબલ સ્પૂન ગરમ મસાલા
  • મીઠું
  • 1/2 ટેબલ સ્પૂન ખાંડ
  • 2 ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  • 1 કપ ચીઝના ક્યુબ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ મિક્સર જારમાં ડુંગળી, ટામેટા, કાજુ અને લાલ સૂકા મરચાને પીસી લઇ પેસ્ટને બાજુ પર રાખવું.
  • એક કડાઈમાં બટર લઇ તેમાં લસણની પેસ્ટ ઉમેરી તજ, લવિંગ, એલચી, તમાલપત્ર ઉમેરી સાંતળી લેવું, પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો, બનાવેલ ગ્રેવી અને મીઠું ઉમેરી મીડીયમ તાપે 10-12 મિનિટ હલાવતા રહેવું, જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી.
  • પછી ખાંડ, 1/4 કપ પાણી, ક્રીમ ઉમેરી મીડીયમ તાપે 2 મિનિટ કુક કરવું.
  • ચીઝ ઉમેરી ગેસ બંધ કરી દેવો.
  • કોથમીર, છીણેલી ચીઝ વડે ગાર્નિશ કરવુ.
  • તો તૈયાર છે ચીઝ બટર મસાલા.

 

Related posts

સવારની અને સાંજની ચા સાથે એકવાર ટ્રાય કરી જુઓ પૌઆના કટલેટ.

Nawanagar Time

આ રીતે બનાવો બાળકો માટે ચટપટી કોર્ન ભેળ

Nawanagar Time

આ છે સાઉથની પ્રખ્યાત ડિશ અપ્પમ બનાવવાની સરળ પદ્ધતિ

Nawanagar Time

Leave a Comment