Nawanagar Time
ધાર્મિક

શું તમે ઊંધું તવું રાખીને રોટલી શેકો છો,તો બંધ કરો આ કુટેવને…

do-you-want-to-rotate-the-bread-with-the-wrong-tip-stop-this-trick

કેમ તવો ઊંધો મૂકવો જોઈએ નહીં?

ઘણાં લોકો રોટલી બનાવ્યા બાદ અથવા વાસણને ધોઈ નાખ્યા બાદ તવાને ઊંધો મૂકી દે છે. પણ શું તમે જાણો છો કે તવો ઊંધો મૂકવાથી ઘરમાં મુશ્કેલીઓનો પ્રવેશ થાય છે. કારણકે વાસ્તુ અનુસાર આ એક દોષ છે. આ કારણે પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

આવું કરવાથી વાસ્તુદોષની અસર થાય છે

ઘણાં લોકો એકવખત ઉપયોગમાં લેવાયેલો તવો લૂછીને તેમાં રોટલી બનાવે છે પણ વાસ્તુ અનુસાર આ ખોટું છે. ઘણાં લોકો રોટલી બનાવ્યા બાદ તે તવા પર શાકભાજી પણ ગરમ કરે છે, આવું કરવાથી વાસ્તુદોષની અસર થાય છે. આ દોષથી બચવા માટે તવાને ધોઈ નાખવો અથવા તવા પર પહેલાં થોડું મીઠું નાખો અને ત્યારબાદ તેના પર શાકભાજી ગરમ કરો, આવું કરવાથી દોષ નહીં લાગે.

તવો ધોતી વખતે ખોતરવો જોઈએ નહીં

ઘણાં લોકો તવાને ધોઈ નાખ્યા બાદ તે સૂકવવા માટે ઊંધો મૂકી દે છે પણ આવું કરવાથી ઘરમાં આર્થિક તંગીની સમસ્યાનું સર્જન થાય છે. આ સિવાય તવો ધોતી વખતે જો તેને ખોતરવામાં આવે તો પણ ગરીબી આમંત્રણ મળી શકે છે. માટે તવાને ધોતા પહેલા તે પાણીમાં પલાળો અને ત્યારબાદ તેને ધોઈ નાખો.

તવા પર મૂકેલું ભોજન સીધું જ ખાવું જોઈએ નહીં

આ સિવાય તવા પર મૂકેલું ખાવાનું સીધું જ ક્યારેય ખાવું જોઈએ નહીં. ઘણાં લોકો જમવાનું બનાવ્યા બાદ તે લાંબા સમયસુધી ગેસ પર મૂકી રાખે છે પણ તેવું કરવું જોઈએ નહીં. આ ખોટું છે અને તેનાથી ઘરમાં ગરીબી આવે છે તેમજ આર્થિક સમસ્યાનું સર્જન થાય છે.

Related posts

બે ગરોળીઓ ઝગડતી જોવા મળે તો શુકન થાય કે અપશુકન,વધુ જાણો..

Nawanagar Time

જ્યાં શ્રીકૃષ્ણનું બાળપણ વીત્યું એ સ્થાન વૃંદાવન,જાણો ત્યાની અવનવી વાતો…

Nawanagar Time

ઘરમાં કરો આ મહાલક્ષ્મી યંત્રની સ્થાપના લક્ષ્મીજી કરશે ધનની વરસાદ

Nawanagar Time

Leave a Comment