Nawanagar Time
ગુજરાત જામનગર

તબીબોએ જીવતા દર્દીના મરણ પ્રમાણપત્ર ભરી નાખ્યા

doctors-filled-the-death-certificate-of-the-living-patient

જામનગર:-જામનગરમાં વોર્ડ નંબર 16માં રહેતા એક વૃદ્ધ મહિલા પોતાના ઘરે પડી ગયા બાદ જીજી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક સપ્તાહની રજળપાટ કરાવી તબીબોએ આઈસીયુમાં રહેલ મહિલાના મરણના પ્રમાણપત્રો તૈયાર કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. સારવારમાં બેદરકારીના આક્ષેપ બાદ તબીબોની કાગળ પરની ગંભીર બેદરકારી સામે આવતા  મચી ગઈ છે.

જામનગરમાં રહેતા એમણાબેન જુસબભાઈ ખીરા નામના 70 વર્ષીય મહિલા ગત તા. 22મીના રોજ પોતાના ઘરે પડી જતા ફેકચર સહિતની ઈજા પહોચી હતી. જેને લઈને પરિવારજનોએ વૃદ્ધાને હોસ્પીટલ લઇ આવી સારવાર અપાવવા પ્રયાસો કર્યા હતા.

doctors-filled-the-death-certificate-of-the-living-patient
doctors-filled-the-death-certificate-of-the-living-patient

શહેરની જીજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ મહિલા દર્દીને ઈમરજન્સી, ટ્રોમા, મેડીસીન વિભાગ  વિભાગોના તબીબોએ સારવારના બહાને એક બીજા વોર્ડમાં ઘુમાંવ્યે રાખ્યા પણ ચોક્કસ સારવાર  કરવાની કોઈ  ડોક્ટરોએ તસ્દી ન લીધી, એક બીજા વોર્ડમાં તબદીલ કરવામાં આવતા એમણાબેનની તબિયત વધુ લથડી પડતા તેઓને અંતે આઈસીયુ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા,

દરમિયાન દર્દીની ફાઈલ ચેક કરતા અંદરથી ચોકાવનારા તબીબી કાગળો મળી આવ્યા, મહિલા દર્દીના  અભિપ્રાયોના પ્રમાણપત્રોની સાથે એક પીળા કાગળમાં મહિલાના મૃત્યુ થયાની વિગતો ભરી દેવામાં આવી હતી. જેમાં કુદરતી મૃત્યુ થયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રમાણપત્રોને લઈને દર્દીના સગા સંબંધીઓએ હોબાળો મચાવતા જવાબદાર તબીબોએ એક બીજા પર ખો દઈ ચાલતી પકડી હતી, દર્દીના પુત્રના જણાવ્યા અનુસાર આ બાબતે હોસ્પિટલ અધિક્ષક  ડીનને રજૂઆત કરવામાં આવી છે.

doctors-filled-the-death-certificate-of-the-living-patient
doctors-filled-the-death-certificate-of-the-living-patient

દરમિયાન આ આ મામલે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી દર્દીના પરીવારજનોએ જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. જો કે એસપીના જણાવ્યા અનુસાર જે પ્રમાણપત્ર છે તેમાં ડોકટરના સહી-સિક્કા નથી, જેથી આ પ્રમાણપત્ર માન્ય ન ગણી સકાય, છતાં પણ અરજદારોએ આ ભૂલની ગંભીરતા સમજવા પર ભાર મૂકી  ફરિયાદ નોંધી જવાબદાર તબીબો સામે પગલા ભરવાની માંગણી કરી હતી.  આજે વધુ એક વખત આગેવાનો અને જીવિત હોવા છતાં મહિલા દર્દીને મૃત ઘોષિત કરતા આશ્ચર્યમાં પડી ગયેલ પરિવારજનો હોસ્પિટલ અધિક્ષક અને ડીનને રજૂઆત કરી બેદરકાર તબીબો સામે પગલા ભરવાની માંગણી કરશે.

doctors-filled-the-death-certificate-of-the-living-patient
doctors-filled-the-death-certificate-of-the-living-patient

Related posts

ફી મામલે શાળા સંચાલકોની દાદાગીરી સામે જામનગરથી જનઆંદોલન છેડશે શેતલબેન શેઠ

Nawanagar Time

કલ્યાણપુર તાલુકામાં ઘડી ડીટરજન્ટ કંપનીને ગેરકાયદે જમીનની ખૈરાત

Nawanagar Time

બ્રાસ સિટીનો બ્રાસ ઉદ્યોગ ભયંકર મંદીના ભરડામાં

Nawanagar Time

Leave a Comment