Nawanagar Time
ગુજરાત જામનગર

શું ધૂળ સ્વચ્છતા અભિયાન?: જામનગરના દૂરના વિસ્તારોમાં પંદર દિવસે એકવાર સફાઈ

does-the-dust-hygiene-campaign-cleaning-once-a-day-in-the-remote-areas-of-jamnagar

જામનગર:-જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.15ના કોંગી નગરસેવિકા શિતલબેન વાઘેલા દ્વારા કમિશ્નર સમક્ષ સફાઇ કામદારોના પડતર પ્રશ્ર્ને રજૂઆત કરાઇ છે. આ રજૂઆતમાં આઠ મુદ્દાઓમાં સફાઇ કામદારોના પ્રશ્ર્નોનું વર્ણન કરાયું છે.

આ  જણાવ્યા અનુસાર વર્ષ 2010માં જામનગર જિલ્લાની બીટ માપણી કરવામાં આવી હતી. ત્યારે 1866નું સફાઇ કામદારોનું સેટઅપ હતું ત્યારબાદ બે વખત જામનગર જિલ્લાની બીટ માપણી કરાઇ છે. આ સેટઅપ અનુસાર કોઇપણ સફાઇ કામદારોને હજુ સુધી કામગીરી અપાઇ નથી. 107 સફાઇ કામદારોને ઓર્ડર આપેલ છે અન્ય સફાઇ કામદારોને કોન્ટ્રાકટર બેઈઝ પર  આપવામાં આવે છે જે યોગ્ય નથી.

આ અગાઉ અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગે્રસે અનેક રજુઆતો કરી છે. જેમાં દરેક જગ્યાએ સેટઅપ મુજબ સફાઇ કામદારોને કાયમી કરવા અને તેમને પગાર, પેન્શન, ગે્રચ્યુઇટી સહિતના લાભ આપવા જોઇએ તેમજ હાલ જામનગર જિલ્લામાં લાખોટા તળાવ, સુભાષ શાક માર્કેટ, વહિવટી સંકુલ તેમજ તમામ ઓફીસ  કોન્ટ્રાકટ બેઈઝથી સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ જગ્યાએ બીટ માપણી મુજબના સ્ટાફની આવશ્યકતા છે. હાલ સફાઇ કામદાર સ્ટાફની અત્યંત અછત છે. સેટઅપ મુજબ સફાઇ કામદારોની માંગણી છે.

Related posts

જામનગરનો શખ્સ વડોદરાની ટુર્સ કંપનીને લાખોનો ધૂમ્બો મારી પલાયન

Nawanagar Time

કોરોના વચ્ચે જામનગર જિલ્લામાં તાવ, શરદી, ઉધરસના વાયરા!

Nawanagar Time

જામનગર કસ્ટમ કચેરીના ગોડાઉનમાંથી રૂા. 1.10 કરોડનું સોનું ગાયબ

Nawanagar Time

Leave a Comment