Nawanagar Time
હેલ્થ ટીપ્સ

શું શિયાળામાં વજન વધી જાય છે ?? તો ફોલો કરો આ ડાયેટ અને ખાઓ બિન્દાસ્ત..

Does winter weight increase ?? So follow this diet and eating ban ...

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિયાળામાં ખાવા પિવાના ઓપ્શન્સ પણ ખુબ જ મળતા હોય છે, પરંતુ ખાવા પીવાની સાથે-સાથે ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખવુ પડતુ હોય છે. આવો જોણીએ ડાયેટીશીયન પાસેથી શું ખાવુ અને કેટલુ ખાવુ શિયાળામાં વધારે ફાયદાકારક ગણી શકાય.

શિયાળો એટલે જાતજાતના શાકભાજી અને પાક ખાવાની ઋતુ. ખાવા પીવાની સાથે શિયાળામાં બોડી ફીટ પણ રાખવુ પડે છે. જેનો શીયાળો સારો તેનુ આખુ વર્ષ સારુ. વધુ પ્રમાણમાં લીલા શાકભાજી આહારમાં લેવા જોઈએ. તેની સાથે-સાથે વસાણા વધારે ખાવા જોઈએ જેથી શરીર આખુ વર્ષ તંદુરસ્ત રહે. પરંતુ વસાણામાં ઘીનુ પ્રમાણ ઓછુ રાખવુ જોઈએ.

શિયાળામાં આંબળા, આદુ, હળદરનો જ્યુસ બનાવીને પીવો ફાયદાકારક છે. ગાજર અને બીટનો રસ કે જે શરીરમાં લોહીનુ પ્રમાણ વધારે છે. સાથે-સાથે શિયાળામાં ઘણા બધા ફ્રુટસ પણ ળતા હોય છે જેથી આહારમાં ફ્રુટ્સ લેવુ પણ ફાયદાકારક ગણી શકાય.
surya namashkar nawanagar time
surya namashkar nawanagar time

શિયાળાની ગુલાબી ઠંડીમાં શરીરને પોષણ ક્ષમ આહાર આપવો જરૂરી છે. તેની સાથે-સાથે યોગા અને કસરત કરવી ખુબ જ જરૂરી છે જેથી શરીર ફીટ રહે. આવો જોઈએ શિયાળામાં બોડી ફીટ રાખવા કયા યોગા કરી શકીએ છીએ.

યોગા કરવાથી શરીર ફીટ રહે છે. તેમાં પણ શીયાળાની ઋતુમાં શરીરને ફીટ અને તંદુરસ્ત રાખવા માટે ખાવા પીવાની સાથે-સાથે યોગા અને કસરત ખુબ જ જરૂરી છે જેથી શરીર ફીટ રહે. અલગ અલગ યોગા દિવસ દરમિયાન વહેલી સવારે 1 કલાક નિયમીત રીતે કરવા ખુબ જ જરૂરી છે. જેમાં સૌ પ્રથમ સૂર્યનમસ્કાર કરવા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

સૂર્યનમસ્કારની સાથે-સાથે ત્રીકોણાસન, સલભાસન, ધનુરાસન, પવનમુક્તાસન, સર્વાંગાસન, સત્સયાસન, ચક્રાસન અને શવાસન કરવા શરીરને માટે ખુબ જ સારા છે. હાલમાં યોગાની સાથે પ્રોપ્સ પણ યુઝ કરીને યોગા કરી શકાય છે. જેમાં બોલ, બેલ્ટની સાથે અલગ અલગ એક્સસાઈઝ કરી શકાય છે. યંગસ્ટર્સથી લઈને મોટી ઉંમરના લોકો પણ યોગા કરીને પોતાનુ શરીર ફીટ રાખી શકે છે.

Related posts

સાંજના સમયે જોગિંગ કરવું વધુ ફાયદાકારક, શરીરમાં ઓક્સિજન ઓછો વપરાય છે

Nawanagar Time

જો આજે પણ તમે તાંબાના વાસણમાં ખાતા હોય તો આજેજ બંધ કરો,જાણો કેમ…

Nawanagar Time

દારૂનું વ્યસન એકવારમાં જ થઈ જશે દૂર, અજમાવો આ ખાસ નુસખા

Nawanagar Time

Leave a Comment