Nawanagar Time
હેલ્થ ટીપ્સ

આ વાત જાણીને ઢોસાના પ્રેમીઓ આજ બાદ ઓર્ડર નહીં કરે મસાલા ઢોસા…

dosha-lovers-will-not-order-after-this-knowingly-masala-dosa

1.ઢોસા ખાતા હોવ તો ચેતી જજો:-

ક્રિસ્પી અને બટર-મસાલાથી સજ્જ ઢોસા અને સાથે ગરમા-ગરમ સાંભાર સાથે કોકોનટની ચટણી કોઈ પણ વ્યક્તિના મોઢાંમાં પાણી લાવી દે છે. પણ જો તમે વારંવાર ઢોસા ખાતા હોવ કે ઢોસા પહેલી પસંદ હોય તો ચેતી જજો. એક અભ્યાસમાંથી સામે આવ્યું છે કે, એક સ્વસ્થ માણસને આખા દિવસમાં જેટલી કેલેરીની જરૂર હોય છે તેની અડધી કેલેરી માત્ર એક મસાલા ઢોસામાંથી મળી રહે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર એક સાથે આટલી કેલેરી લેવી નુકસાનકારક છે

2.આટલી કેલેરી હોય છે ઢોસામાં:-

ઢોસામાંઆ અભ્યાસમાં બેગ્લુરુમાં વેંચાતા મસાલા ઢોસાનો ઉપોયગ કરવામાં આવ્યો હતો. મસાલા ઢોસામાં કુલ 1023 કેલેરી કાઉન્ટ હતા. જ્યારે એક સામાન્ય વ્યક્તિને 2200 કેલેરીની જરૂર હોય છે. રિપોર્ટ તાજેતરમાં બ્રિટિશ જર્નલમાં પ્રિન્ટ થયો હતો. અભ્યાસ ભારત સિવાય બ્રાઝિલ, ચીન, ફિનલેન્ડ અને ઘાનાના રેસ્ટોરાંમાં પિરસાતી ડીશની કેલેરી પર કરવામાં આવ્યો હતો. પ્રોફેસર રેબેકાએ જણાવ્યું હતું કે, આપણે જે ફૂડ ખાઈએ છીએ તેમાં 600 કિલો કેલેરીથી વધારે કેલેરી હોવી જોઈએ. અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, સર્વિસ રેસ્ટોરાંમાં પીરસાતી વાનગીઓમાંથી 94 ટકા વાનગીઓ અને ફાસ્ટ સર્વિસ રેસ્ટોરાંમાં પિરસાતી વાનગીઓમાંથી 74 ટકા વાનગીમાં 600 કિલોથી વધારે કેલેરી હોય છે.

3.FSSAI પણ ખાતરી કરી:-

આ રિપોર્ટ પર FSSAI પણ ખાતરી કરી હતી અને સરકારે પણ અપીલ કરી છે કે, રેસ્ટોરાંમાં વેંચાતી વાનગીઓમાં કેલેરીની માત્રા લખવી ફરજિયાત રહેશે. આ અભ્યાસ પ્રમાણે જ્યારે પણ લોકોને ભૂખ લાગે છે ત્યારે તેઓ સૌ પ્રથમ ફાસ્ટફૂડને પસંદ કરે છે. પરંતુ, કોઈ પણ સમયે ખાવામાં આવતું ફૂડ માત્ર વજનને જ નહીં પણ સમગ્ર શરીરની સિસ્ટમને અસર કરે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, જ્યારે લોકો બીજાની સાથે હોય છે ત્યારે થોડું ઓછું ખાય છે. પણ જ્યારે એકલા હોય છે ત્યારે તેઓ વધારે જમી લે છે. અભ્યાસ એવું પણ કહે છે કે, બને ત્યાં સુધી એકલા ભોજન લેવાનું ટાળવું જોઈએ.

Related posts

ખુશ રહેવું છે તો હસતાં રહો, કારણ કે તેનાથી સકારાત્મક વિચારો આવે છે

Nawanagar Time

પરિક્ષા દરમિયાન બાળકોને હેલ્થી અને મનને એકાગ્રત રાખવા,આ બાબતો દ્યાનમાં રાખો

Nawanagar Time

ડેરી પ્રોડક્ટ પણ જોખમી ? ડેરી પ્રોડક્ટ ખાવી એટલે ઓક્સિજનના બદલે સિગારેટનો ધુમાડો શ્વાસમાં લેવો: રિસર્ચ

Nawanagar Time

Leave a Comment