Nawanagar Time
હેલ્થ ટીપ્સ

રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી પીવો, સ્વાસ્થ્ય સાથે ત્વચા માટે પણ ફાયદેમંદ

drinking-warm-water-before-sleeping-getting-healthier-for-skin-with-health

આરોગ્ય નિષ્ણાંતો ભલામણ કરે છે કે ગરમ પાણી પીવું, કારણ કે શરીર ગરમ પાણી પીવાથી વધુ સારી રીતે કામ કરે છે. એટલે જ તમે ઘણાં લોકોને સવારે ઉઠીને ગરમ ​​પાણી પીતા જોયા હશે. હૂંફાળું પાણી સ્વાસ્થ્ય સાથે ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે સવારની સાથે રાત્રે ઊંઘતા પહેલા પણ ગરમ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

જોકે, ઘણા લોકો રાત્રે ઊંઘતા પહેલાં પાણી પીવાનું ટાળે છે કારણ કે, તેમને લાગે છે કે રાત્રે પાણી પીવાથી તેમને વારંવાર બાથરૂમ જવું પડશે. જેનાથી તેમની ઊંઘ બગડશે પરંતુ હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે રાત્રે સૂવાના સમય પહેલાં પાણી પીવાથી ઊંઘ તો સારી આવે જ છે પણ સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.

રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી પીવાના ફાયદા

  1. ડિપ્રેશનથી રાહતઃ ઘણાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શરીરમાં પાણીનો અભાવ ડિપ્રેશનનું કારણ બની શકે છે. તેનાથી સ્લિપ સાઇકલ પર નકારાત્મક અસર પડે છે. રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે છે અને મૂડ પણ સારો રહે છે.
  2. શરીરમાંથી ટોક્સિંગ બહાર કાઢે છેઃ હળવું ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે. જેથી વધુ પરસેવો થાય છે. પરસેવો થવાથી રક્ત પરિભ્રમણ સારુ થાય છે અને શરીરમાંથી વધારાનો કચરો બહાર નિકળે છે. તેથી રાત્રે ઊંઘતા પહેલાં ગરમ પાણી ચોક્કસ પીવો.
  3. પાચનક્રિયા સારી થાય છેઃ ગરમ પાણી પીવાથી ખોરાકનું ઝડપથી પાચન થાય છે. રાત્રિના સમયે આપણી પાચન પ્રણાલી દિવસની સરખામણીમાં નબળી હોય છે. તેથી રાતના સમયે ગરમ પાણી પીવું ખોરાક ઝડપ પચી જાય છે.
  4. વજન ઘટાડવામાં મદદરૂપઃ ગરમ પાણી પીવાથૂ ઝડપથી વજન ઘટે છે. વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો સવારે ઉઠીને ગરમ પાણી પીવે છે પરંતુ જો તમે બમણી ઝડપે વજન ઉતારવા માંગો છો તો સવારની સાથે રાતે ઊંઘતા પહેલા પણ ગરમ પાણી પીવો. વજન ખૂબ ઝડપથી ઉતરશે.

Related posts

હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દી ન લે કામનું પ્રેશર, હાર્ટ અટેક આવવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે

Nawanagar Time

શસ્ત્રક્રિયા પહેલાં દર્દીએ કંઈ ખાવું-પીવું નહીં: શા માટે?

Nawanagar Time

શાકભાજી અને ફળ ખાઈને પણ વજન ઘટી રહ્યો નથી? આ 5 ભૂલ હોઈ શકે છે કારણ

Nawanagar Time

Leave a Comment