Nawanagar Time
ગુજરાત જામનગર

મેડિકલ સ્ટોર ચલાવવા પ હજારની લાંચ માંગનાર મહિલા ડ્રગ ઈન્સ. ઝડપાઈ

drug-ins-in-women-demanding-rs-500-bribe-to-run-a-medical-store-caught

એસીબી દ્વારા લાંચ માંગનાર મહિલાને છટકામાં આબાદ ઝડપી લીધાં બાદ સંપત્તિ અને બેંક એકાઉન્ટની તપાસ પણ શરૂ

જામનગર:-જામનગરમાં ગઈકાલે દવાના એક વેપારીની ફરીયાદ પરથી ગોઠવાયેલી એસીબી ટ્રેપમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના મહિલા ઈન્સ્પેકટર રંગેહાથ લાંચ લેતાં ઝડપાઈ ગયાના આ સમાચાર દવાના ધંધાર્થીઓમાં વાયુવેગે ફેલાયા હતાં. દરમ્યાન એસીબીની ટીમે આરોપી મહિલા અધિકારી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ માટે કાનુની પ્રક્રિયા હાથ ધરી છે. જામનગરમાં હોલસેલ દવાના એક વેપારીએ એસીબીમાં કરેલી ફરીયાદની વિગત મુજબ જામનગરમાં ડ્રગ ઈન્સ્પેકટર તરીકે એટલે કે કલાસ-ટુ ઓફીસર તરીકે ફરજ બજાવતાં કિરણબેન નિલેશભાઈ ઉનડકટ (સવજાણી) દ્વારા તા.11 જાન્યુ.ના રોજ વેપારીને ત્યાં વીઝીટ કરી વીઝીટ બુકમાં ખોટી હેરાનગતી થાય તેવી વિગત નહીં કરવાના અવેજ પેટે રૂા.પ હજારની માંગણી કરવામાં આવી હતી.

જે બાબતે ગઈકાલે સુપરવિઝન અધિકારી એવા એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના સુપરવિઝન નીચે જામનગરના એસીબી પીઆઈ એન.કે.વ્યાસ અને સ્ટાફે બપોરે પંચેશ્વર ટાવર રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ બિલ્ડીંગની બહાર જાહેરમાં ફરીયાદી પાસેથી લાંચના છટકામાં વપરાયેલી રૂા.પ હજારની નોટો સ્વીકારી લેતાં ઝડપી લીધા બાદ તુરંત જ તેણીને એસીબી કચેરીએ લઈ જઈને પુછપરછ આદરી હતી. દરમ્યાનમાં હવે આ મામલાની તપાસ સુરેન્દ્રનગરના એસીબી પીઆઈ એમ.બી.જાનીને સોંપવામાં આવ્યા બાદ તેના ઘરની અને બેંક એકાઉન્ટ તેમજ અન્ય બાબતની તપાસ હાથ ધરી છે.

Related posts

મસૂદ મુદ્દે મોદી સરકારની સફળતાને વધાવતો જામનગર ભાજપ

Nawanagar Time

જિલ્લામાં દાયકાના સૌથી નબળા ચોમાસાની ભીતિ, ક્લાઈમેન્ટ ચેન્જની ગંભીર અસર

Nawanagar Time

ફલ્લા નજીક ઈકો કૅનાલમાં ખાબકતા ચારના મોત

Nawanagar Time

Leave a Comment