Nawanagar Time
ગુજરાત જામનગર

પાણી ભરેલા ખાડાને કારણે રોગચાળો વકર્યો

due-to-a-water-filled-pothole-the-epidemic-raging

જામનગર:-જામનગરમાં વધી રહેલા રોગચાળા સમયે એવા ખુલ્લા પ્લોટમાં વર્ષો અગાઉ બાંધકામ માટે ખોદાણ થયેલું હતું તેમાં પાણી ભરાયેલું રહે છે. અને એક ગંદકીનું એક તળાવ જેવું બની ગયું છે. તેમાં મચ્છર અને અપાર જીવ જંતુ થાય છે.  અધિકારીઓને અનેક ફરિયાદ કરાયા પછી હજુ સુધી પ્રશ્ન હલ નથી થયો

જામનગરમાં વોર્ડ નં 2 માં ભૂતિયા બંગલા નામે ઓળખાતી જગ્યામાં 12 વર્ષ પહેલા એક મસ મોટી બાંધકામની સાઈટ માટે 25 ફૂટ ઉંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, એ ખાડામાં પાણી ભરાયા પછી 11 વર્ષોથી એક ગંદા પાણીનું તળાવ બની ગયું છે. આ ગંદા પાણીનો નિકાલ ના થતા મચ્છર અને જીવ જંતુ નો ઉપદ્રવ ફાટી નીકળો છે, અને આસપાસના રહીશોને જીવવા મુશ્કેલ થઇ પડ્યું છે

due-to-a-water-filled-pothole-the-epidemic-raging
due-to-a-water-filled-pothole-the-epidemic-raging

આ પાણી ભરેલા ખાડાના કારણે એટલે સુધી કે 50-60 મકાનોમાં ભેજ ઉતરે છે અને પ્લાસ્ટરના પોપડા ખરી રહ્યા છે. આખો વિસ્તાર આ ગંદા તળાવથી ત્રાસી ગયા છે, કમિશ્નર અને કલેક્ટરને અનેકો રજુઆત કરી, આખરે લતાવાસીઓ નવાનગર ટાઈમ સાથે ખાસ રજૂઆત કરી છે, નવાનગર ટાઈમે પ્રજાનો પ્રશ્ન ઉપાડીને અધિકારીનો જવાબ માંગ્યો,  આવા મસ મોટા ગંદા પાણી ભરેલા ખાડા જામનગરમાં અનેક જગ્યાએ છે, પરંતુ એ તમામ પ્રાયવેટ પ્રોપર્ટીમાં આવેલા છે. કદાચ જામનગરમાં રોગચાળા વકરવા માટે આવા જ પાણી ભરેલા ખાડા જવાબદાર મનાય છે.

Related posts

કાલાવડમાં હાર્દિક પટેલની અઘ્યક્ષતામાં કાર્યકરોનું સંમેલન યોજાયું

Nawanagar Time

ભાજપ સરકારે 13.43 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન વેચીનાંખી

Nawanagar Time

જામનગર શહેર યુવા ભાજપ આગેવાનના પુત્ર અને ભાઈ 13 ટ્રક ઓળવી ગયા

Nawanagar Time

Leave a Comment