Nawanagar Time
ગુજરાત

ભાણવડમાં એક વર્ષથી ઉજાલા યોજના ઠપ્પ

due-to-a-year-long-suspension-of-the-scheme-in-bhanvad

મુખ્યમંત્રીને રજૂઆત કરાતા જવાબ મળ્યો ‘પેટ્રો અને કેમિકલ કચેરીનો સંપર્ક કરો’

ભાણવડ:-ભાણવડ શહેરમાં બીજેપી સરકારે શરૂ કરેલી ઉજાલા યોજના છેલ્લા એક વર્ષથી ઠપ્પ પડી છે જે અંગે શહેરના એક જાગૃત નાગરીકે આ  યોજના શરૂ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જવાબ મળ્યો કે, આપની રજૂઆત સચિવ, ઉર્જા અને કેમિકલ કચેરીને મોકલી આપવામાં આવેલ છે જરૂર જણાય તો તેનો સંપર્ક કરવો!!!

બીજેપી સરકારે બહાર પાડેલી અતિ મહત્વાકાંક્ષી ઉજાલા યોજના ભાણવડ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ઠપ્પ પડી છે અને આ યોજના હેઠળ વિજ ઉપકરણો ખરીદનાર  અત્યારે રોવાનો વારો આવ્યો છે કારણ કે, જે એજન્સી સાથે સરકારે આ વિજ ઉપકરણો પુરા પાડવાનો કોન્ટ્રાકટ આપેલો છે તેઓ આ વિજ ઉપકરણો ગ્રાહકોને વેંચી ચાલતી પકડી ગયેલ છે હવે સ્થિતિ એવી છે કે, ભાણવડ પીજીવીસીએલ કચેરી ખાતે આ એજન્સીઓએ કોઇપણ પ્રકારની ફરિયાદ કે, વિજ ઉપકરણો બદલવા માટે ગ્રાહકોને  આપેલ જેથી ગ્રાહકો આ વિજ ઉપકરણો સબંધિત કોઇપણ પ્રશ્ર્ને ભાણવડ પીજીવીસીએલ કચેરીએ દોડી જાય છે પરંતુ ત્યાં એ એજન્સીનો કોઇ સ્ટાફ કે કર્મી ન હોઇ ગ્રાહકોને ધરમનો ધક્કો થઇ રહ્યો છે. તો કયારેક કોઇ માથા ફરેલ ગ્રાહકો પીજીવીસીએલના કર્મચારીઓ સાથે પણ ઘર્ષણમાં ઉતરી પડે છે.

ત્યારે આ અંગે એક  જાગૃત નાગરીક ડાયાલાલ ગોરધનદાસ ભોગાયતાએ ગત તા.23 જાન્યુએ મુખ્યમંત્રીની કચેરીને લેખીત રજૂઆત કરી ઉપરોકત સમસ્યાના નિવારણ અને છેલ્લા એક વર્ષથી ઠપ્પ પડેલ ઉજાલા યોજના શરૂ કરાવવા માંગ કરેલ. જેના પ્રત્યુતરમાં સી.એમ.ઓ.થી પત્ર (પત્ર નં.મુ.મં.ક.રજી.નં.2019/6497) દ્વારા જવાબ વાળવામાં આવેલ કે, આપની રજૂઆત સચિવ, ઉર્જા અને પેટ્રોકેમિકલ કચેરી-ગાંધીનગર ખાતે મોકલી આપવામાં  છે હવે જરૂર જણાય તો તેનો સંપર્ક કરવો!!!

આખરે જાગૃત નાગરીક ડાયાલાલ ભોગાયતાએ અગ્ર સચિવ, ઉર્જા અને પેટ્રો કેમિકલ કચેરીને સંબોધીને લેખીત રજૂઆત કરેલ છે પરંતુ ત્યાંથી પણ કોઇ સકારાત્મક કાર્યવાહી થઇ હોય તેવું લાગતુ નથી કારણ કે, ભાણવડમાં ઉજાલા યોજના રજૂઆતના બે માસ જેટલા સમય વિત્યા બાદ પણ  શરૂ કરાવવામાં આવેલ નથી ત્યારે પ્રજાના પ્રત્યે સંવેદનશિલ સરકાર હોવાની જાહેરાતો વચ્ચે પ્રજાની રજૂઆતો પ્રત્યે સહેજપણ ઘ્યાન આપવામાં ન આવતુ હોવાની વરવી વાસ્તવિકતા નથી થતી?

Related posts

રથયાત્રાની મંગળા આરતીમાં ખાસ હાજરી આપશે શાહ, રૂપાણી બીજી વખત કરશે પહિંદવિધી

Nawanagar Time

સંતાનોને શિક્ષિત કરવા ભરવાડ સમાજની માતાઓને અનુરોધ કરતા કૃષિ મંત્રી

Nawanagar Time

આ છે…વાઇબ્રન્ટ ગુજરાત!રાજ્યની 3,863 આંગણવાડીમાં ભૂલકાઓને પીવાનું પાણીયે નસીબ નથી

Nawanagar Time

Leave a Comment