Nawanagar Time
અમદાવાદ ગુજરાત

જીએસટી ઘટ્યો છતાં મકાનોની કિંમતમાં વધારો થવાની દહેશત

due-to-decreasing-gst-the-price-of-house-prices-will-increase

પ્રતિ સ્કવેરફૂટ દીઠ મકાનના ભાવમાં 35 થી 40નો વધારો સંભાવના

અમદાવાદ:-રિયલ એસ્ટેટ પર જીએસટીના દરમાં 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની જાહેરાત કરવામાં આવતાં સસ્તાં મકાન મળશે તેવું સપનું રોળાવાની શક્યતાઓ વધી ગઈ છે. કારણકે 12 ટકા જીએસટીમાં બિલ્ડરોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરત મળતી નથી જ્યારે નવા નિયમમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો છેદ ઉડાડી દેવામાં આવતાં હવે પ્રતિ  દીઠ મકાનના ભાવમાં 35 થી 40નો વધારો થવાનો છે

સરકારે હાલમાંજ રિયલ એસ્ટેટ સેક્ટરમાં જીએસટીનો દર ઘટાડવાનું પગલું ભર્યું છે પણ જીએસટી કાઉન્સિલે આ સેક્ટરમાં બિલ્ડરોને અંડર ક્ધસ્ટ્રક્શન મકાનો અંગે અત્યાર સુધી મળતી ઇનપુટ ક્રેડિટ બાદ આપવા અંગે સ્પષ્ટતા ન કરતાં બિલ્ડરોને મોટું નુકસાન થવાની દહેશત છે જીએસટી કાઉન્સિલે  હાઉસિંગ પરનો જીએસટી ઘટાડીને સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપી છે ઉપરાંત અંડર ક્ધસ્ટ્રક્શન મકાનો પર વસૂલ કરાતાં જીએસટીની ટકાવારી 12 ટકા થી ઘટાડી ને પાંચ ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે પણ આ જ મુદ્દે ઇનપુટ ક્રેડિટનો મુદ્દો સ્પષ્ટ નહીં હોઈને જો તેની ક્રેડિટ બિલ્ડરોને નહીં  તો તેનું ભારણ ગ્રાહકો પર આવશે તેથી બાંધકામમાં પ્રતિ ચોરસ ફૂટ રૂ 35 થી 40 વધી જશે.

એક તરફ અંડર ક્ધસ્ટ્રક્શન મકાનોના જીએસટી દર ઘટાડાથી ગ્રાહકોને ફાયદો થશે તો બીજી તરફ બિલ્ડરની પરેશાની વધશે અત્યાર સુધી બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા રેતી,કપચી,લોંખડ સહિતના ઇનપુટ ટેક્સ ક્રેડિટ બાદ મળતી હતી. જે  મળશે નહીં તેથી તેનો બોજો સાત ટકા વધશે જે ગ્રાહકોના માથે આવશે

રિયલ એસ્ટેટ પર જીએસટી 12 ના બદલે ઘટીને પાંચ ટકા થતાં બિલ્ડરો ની ચિંતા વધી છે. અત્યાર સુધી જમા રહેલી ક્રેડિટની બિલ્ડરોને ચિંતા છે શહેરમાં હાલમાં 500 કરોડથી વધુની ટેક્સ ક્રેડિટ જામ હોવાનું જાણવા મળે છે ગઈ  દિવસભર બિલ્ડરો સી એ ની ઓફિસના ચક્કર કાપતા જોવા મલ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જમા ઇનપુટ ક્રેડિટ ગ્રાહકોને કઈ રીતે ડાયવર્ટ કરવામાં આવે તે ચર્ચા જોરમાં છે દરમિયાન પહેલી એપ્રિલથી પાંચ ટકા જીએસટીનો કાયદો અમલી થશે તેથી આગામી માર્ચ દરમિયાન નવા દસ્તાવેજોની નોંધણીમાં જાને વેકેશન જાહેર થશે જો બિલ્ડરો  માર્ચ સુધીમાં પોતાની ક્રેડિટમાંથી જીએસટી બાદ કરી દેશે તો ગ્રાહકે એટલેકે નવું મકાન ખરીદનારે જીએસટી ચૂકવવો પડશે નહીં.

આ અંગે કેડાઇ ગુજરાતના પ્રસિડેન્ટ પરેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે આ બાબતે તમામ બિલ્ડરોના ક્ધસ્ટ્રશન અંગેના કેલક્યુલેશન અલગ અલગ હોય છે. પરંતુ ટેક્સ ઇન પુટ ક્રેડિટના મામલે બાંધકામના ભાવમાં વધારો થવાની  છે.

Related posts

દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં લોલમલોલ

Nawanagar Time

આવી તમતમતી ગરમી પક્ષી ઓને મોજ,ઠંડા-ઠંડા, કુલ-કુલ..

Nawanagar Time

ધાર્મિક સ્થાન પર હુમલાથી સાધુ સંતો લાલઘૂમ

Nawanagar Time

Leave a Comment