Nawanagar Time
નેશનલ

ગુર્જર આંદોલનના કારણે મુંબઇ-દિલ્હીનો ટ્રેન વ્યવહાર ખોરવાય તેવી શક્યતા

due-to-the-gujjar-agitation-mumbai-delhi-train-will-be-disrupted

મુંબઇ-દિલ્હી ટ્રેનમાં જવાના હોય તો ચેતજો

નવી દિલ્હી:-પાંચ ટકા અનામતની માંગણીને લઇ ગુર્જર સમાજ સવાઇમાધોપુરથી મલારના ડુંગર રેલવે સ્ટેશનની પાસે શનિવારે સતત બીજા દિવસે બેસી ગયો છે. મહાપડાવમાં એકત્ર થયેલા આંદોલનકારીઓ રેલવે ટ્રેક પર બેસી ગયા છે.

અનામતની માંગને લઇને શુક્રવારે ગુર્જર સમુદાયે ફરીથી પોતાનું આંદોલન શરૂ કર્યુ છે. આંદોલનકારી દિલ્હી-મુંબઇ રેલમાર્ગ પર બેસી ગયા છે,  7 ટ્રેન રદ થઇ છે અને કુલ 21 ટ્રેનો પ્રભાવિત થઇ છે. ગુર્જર સમુદાય રાજસ્થાનમાં નોકરી અને એડમિશનમાં 5 ટકા અનામતની માગણી કરી રહ્યું છે. સવાઇ માધોપુરના મકસુદનપુરામાં આંદોલનકારી રેલવે ટ્રેક પર બેસી ગયા છે.

આંદોલનકારીઓએ જણાવ્યું કે, જ્યારે દેશમાં સારા વડાપ્રધાન અને પ્રદેશમાં મુખ્યમંત્રી છે, તો તેઓને આગ્રહ  કે, તેઓ ગુર્જર સમુદાયની માંગ સાંભળે કારણ કે, અનામત આપવી કોઇ મોટું કામ નથી.

અનામતની માંગને લઇને રેલવે પાટા પર બેઠેલા વૃદ્ધો સાથે વાતચીત માટે રાજસ્થાન સરકારે ત્રણ મંત્રીઓની એક ટીમ બનાવી છે. ટીમના નેતા આજે શનિવારે ગુર્જર નેતા કર્નલ કિરોડી સિંહ બેંસલા સાથે વાતચીત કરશે. આ ટીમમાં ટૂરિઝમ  વિશ્વેન્દ્ર સિંહ, સમાજ કલ્યાણ મંત્રી ભવંર લાલ મેઘવાલ અને રઘુ શર્માને સામેલ કરવામાં આવ્યા છે. આઇએએસ અધિકારી નિરજ કે પવનને પણ કર્નલ બેંસલા સાથે વાતચીત માટે મોકલવામાં આવ્યા છે.

આંદોલનને ધ્યાને લઈ સરકારી મશીનરી સમગ્રપણે હાઈએલર્ટ મોડ પર છે. તેના કારણે ગુર્જર બહુમતી ધરાવતા વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થા વધુ સઘન  દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારી આંદોલનની ક્ષણે-ક્ષણના રિપોર્ટ લઈ રહ્યા છે અને દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, અંદાજિત 2000 જેટલાં આંદોલનકારી દિલ્હી-મુંબઇ, મલારના અને નિમોદા રેલવે સ્ટેશનની વચ્ચે પાટા પર બેઠેલા છે. જો કે, કોઇ પણ સ્થળેથી ગુર્જર આંદોલનને લઇને હિંસાના સમાચાર આવ્યા નથી. ટ્રેક  હોવાના કારણે અત્યાર સુધી 21 ટ્રેનો પ્રભાવિત થઇ છે જેમાંથી 14 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને 4 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

Related posts

આ મેળામાં પુરુષોને જવાની સખત મનાઈ છે, નથી મળતી કોઈ એન્ટ્રી

Nawanagar Time

બધા વિચારતા રહ્યા’ને રામુએ બનાવી નાંખી ‘કોરોના વાયરસ’

Nawanagar Time

ધ ઇન્ટર્નની રીમેકમાં ઋષી-દીપિકા

Nawanagar Time

Leave a Comment