Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં નવનિર્મિત 242 આવાસોનો ડ્રો યોજાયો

due-to-the-newly-constructed-244-houses-in-jamnagar

મહાનગરપાલિકા દ્વારા રેઇનબશેરાનું લોકાર્પણ : પાંચ આવાસ યોજનાના બાકી ફલેટો માટે 367 અરજીઓ આવેલી

જામનગર:-જામનગરમાં અતિ ઠંડી અને અતિ  વખતે મ્યુ. તંત્રને ગામના છેડે બનાવેલું રેન બસેરા યાદ આવે છે. શહેરમાં બેડેશ્ર્વર ઉપરાંત આજે ફરી ગામના બીજી બાજુના છેડે રૂા.88 લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવા રેન બસેરાનું લોકાર્પણ યોજાયું હતું તેમજ તંત્ર દ્વારા આવાસ યોજનાના બાકી રહી ગયેલા ફલેટસનો ડ્રો પણ યોજાયો હતો. મ્યુ. કોર્પોરેશનની સ્લમ શાખા હસ્તકના  બપોરે જામનગર-રાજકોટ હાઈ-વે પર ઈસ્કોન મંદિર સામેના ભાગે ત્રણ માળના રેનબસેરાનું લોકાર્પણ મેયર હસમુખભાઈ જેઠવાના હસ્તે કરાયું હતું જેમાં રર4 લોકોને આશ્રય મળી શકે તેવી તેમજ કીચન અને દરેક વીંગમાં યોટલેટ, બાથરૂમની સુવિધા પણ હોવાનું અધિકારી અશોકભાઈ જોષીએ જણાવ્યું હતું. આ લોકાર્પણ બાદ મયુરનગર આવાસ યોજનાના ત્રણ લાખની કિંમતવાળા  ફલેટનો, એમ.પી. શાહ ઉદ્યોગનગર આવાસના રૂા.7.5 લાખવાળા 43 ફલેટનો, લાલવાડી આવાસના રૂા.પ.પ લાખવાળા 47 અને હાપાવાળી બે આવાસયોજનાના રૂા.3 લાખના 61 ફલેટોના ડ્રો યોજાયા હતા જેમાં મેયર હસમુખભાઈ જેઠવા, કમિશ્નર એસ.એ. પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ડ્રોમાં કુલ 242 ફલેટો સામે 367 અરજીઓ આવી હતી.

Related posts

એરપોર્ટ ઉપરથી 1 કિલો સોનાના સિક્કા સાથે ઝડપાયેલા યુવકની સઘન પૂછપરછ

Nawanagar Time

ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની સાદગીભેર ઉજવણી

Nawanagar Time

ડીડીઓની ઉપરવટ જઈને વર્ક આસિસ્ટન્ટની રજા મંજૂર કરતાં વિવાદ

Nawanagar Time

Leave a Comment