Nawanagar Time
જામનગર

આલે લે… ઓનલાઈન મોબાઈલની ખરીદી કરેલ વિદ્યાર્થીને ડિલેવરીમેને ધોકાવ્યો…

જામનગરના એક વિદ્યાર્થીએ મોબાઈલની ઓનલાઈન ખરીદી કર્યા પછી તેની ડિલિવરી વેળાએ હાથ ઉપર પૈસા ન હોય, પાછળથી ડિલિવરી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા ડિલિવરીમેન તથા અન્ય બે શખ્સોએ આ વિદ્યાર્થીને ધોકાવી નાંખ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં હનુમાન ટેકરી પાસે રહેતા ભરત સુરેશભાઈ ભદ્રા નામના વિદ્યાર્થીએ થોડા દિવસ પહેલા એક સાઈટ પરથી મોબાઈલની ઓનલાઈન ખરીદી કરી હતી તે મોબાઈલ ઈ-કાર્ટ કુરિયર કંપની મારફત ડિલિવર કરવામાં આવનાર હતો.

આ મોબાઈલ કુરિયર કંપનીમાં આવ્યા પછી ગઈકાલે કંપનીના ડિલિવરીમેને ભરત ભદ્રાને ફોન કરી ડિલિવરી લઈ લેવા જણાવ્યું હતું, પરંતુ હાલમાં પોતાના હાથ પર પૈસા ન હોય ભરતે ડિલિવરી નહીં લેવાનું કહેતા ડિલિવરીમેને મળવા માટે દિગ્વિજય પ્લોટ-પ૮માં આવેલા હિંગળાજ ચોકમાં તેને મળવા માટે બોલાવ્યો હતો ત્યાં પહોંચેલા ભરતને ડિલિવરીમેન, તેની સાથે રહેલા ક્રિષ્ના અને એક અજાણ્યા શખ્સે ગાળો ભાંડી મંુઠ તથા પટા વડે માર માર્યાે હતો જેની ભરત ભદ્રાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Related posts

15મી ઓગસ્ટ સુધી માછીમારી કરવા સામે પ્રતિબંધ

Nawanagar Time

જુદી જુદી બ્રાંડની કુલ રૂ.18.92 લાખની મદીરાનો નાશ કરવામાં આવ્યો઼

Nawanagar Time

પ્લાઝમા દાન કરતા જામનગરના વકીલ કેતન દોઢિયા

Nawanagar Time

Leave a Comment