Nawanagar Time
ગુજરાત

કાલાવડમાં ર0 ઝૂંપડા બળીને ખાખ

due-to-the-slaughter-of-20-huts-idue-to-the-slaughter-of-20-huts-in-kalavadn-kalavad

ધોરાજી રોડ ઉપર ગઈકાલે સાંજે અચાનક આગ ભભૂકી ઉઠતાં શ્રમિકો માંડ બચ્યાં: ઘર વખરી ભસ્મિભૂત

કાલાવડ:-કાલાવડમાં ધોરાજી રોડ ઉપર સાંજે પરપ્રાંતિય મજૂરોના 20 જેટલાં ઝૂંપડામાં આગ ભભૂકી ઉઠતા રાશન-કપડા સહિતની ઘરવખરી ભસ્મિભૂત થઇ ગઇ હતી, સદ્નશીબે જાનહાની ટળી હતી.

વિગત એવી છે  કાલાવડમાં ધોરાજી રોડ ઉપર એકાદ કિ.મી.ના અંતરે છેલ્લા દોઢેક વર્ષથી 20 જેટલા પરપ્રાંતિય પરિવારો દાહોદ, ગોધરા અને મધ્યપ્રદેશ તરફથી આવીને ઝૂંપડા બાંધી વસવાટ કરે છે અને ખેતમજૂરી તથા અન્ય છૂટક કામકાજ કરીને ગુજરાન ચલાવે છે.

સાંજે 6 વાગ્યાના અરસામાં મજૂરીકામેથી પરત આવીને શ્રમિક પરિવારો ખૂલ્લામાં ચૂલા સળગાવીને રસોઇ કરતા  એ દરમિયાન તણખો ઉડીને ઝૂંપડા ઉપર પડતા આગ લાગી હતી. આ મજૂર પરિવારો કંઇ સમજે એ પહેલાં આગે બેકાબુ બનીને તમામ 20 ઝૂંપડાને ઝપટમાં લઇ લીધા હતા. સદ્નશીબે બાળકોને લઇને શ્રમિક પરિવારો સલામત સ્થળે દૂર ખસી જતાં જાનહાની ટળી હતી. જોકે, મહામુલી ઘરવખરી સળગી જતાં ગરીબ પરિવારો હતપ્રભ બની  હતાં.

આ આગના બનાવની જાણ થતાં કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં ભીષણ આગે તમામ 20 ઝૂંપડાને ખાખ કરી નાંખ્યા હતાં. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળાં પણ ઉમટી પડયાં હતાં.

Related posts

જામનગરની જીવાદોરી ઉંડ ડેમ અળખામણો બન્યો,જામનગર જિલ્લો સંપૂર્ણપણે નર્મદા પર નિર્ભર

Nawanagar Time

દિવસે ડબ્બા બંધ; રાત્રે ધમધોકાર

Nawanagar Time

“હે ભગવાન, સરકારને સદ્બુદ્ધિ આપો”

Nawanagar Time

Leave a Comment