Nawanagar Time
ગુજરાત જામનગર

ગટરના કામના કારણે હવાઇ ચોકનો રસ્તો એક મહિનો બંધ

due-to-underground-sewage-work-the-air-squared-road-closes-one-month

વોર્ડનં.9માં એપોલો મેડિકલ, હવાઇચોકથી ગોવાળની મસ્જીદ અને પંચેશ્ર્વર ટાવર સુધીનો રસ્તો રહેશે બંધ

જામનગર:-જામનગર મહાનગર પાલિકા દ્વારા વોર્ડનં.9માં એપોલો મેડીકલ, હવાઇચોકથી ગોવાળની મસ્જીદ થઇ પંચેશ્વર ટાવર સુધીનો રસ્તો ભુગર્ભ ગટરની પાઇપલાઇનનું કામ ચાલુ કરવાનું હોવાથી એક મહિના  માર્ગ બંધ રાખવામાં આવશે. અને તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. જેમાં તા. 18 ફેબ્રુઆરથી અને 19 માર્ચના રસ્તો બંધ રાખવામાં આવશે તેમ કમિશનર દ્વારા જણાવાયું છે.

જામ્યુકો દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપ લાઇનનું કામ શરૂ કરાશે જે કામ એપોલો મેડીકલ હવાઇચોકથી ગોવાળની મસ્જીદ થઇ પંચેશ્વર ટાવર સુધીના રસ્તામાં ભુર્ગભનું  ચાલુ કરવાનું હોવાથી જાણ કરવામાં આવી છે કે તા.18 ફેબ્રુઆરીથી 19 માર્ચ સુધી રસ્તો બંધ રાખવામાં આવશે. આ માર્ગ બંધ હોવાથી અન્ય માર્ગની વૈકલ્પીક વ્યવસ્થા કરી છે. જેમાં હવાઇચોકથી ખંભાળીયાના નાકાથી તળાવની પાળ થઇ આર.ટી.ઓ ઓફિસ થઇ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વાળા ઢાળીયાથી વિભાજી સ્કૂલ થઇ પંચેશ્વર ટાવર સુધી જઇ શકાશે  હવાઇ ચોકથી સેતાવડથી જી.ડી.શાહ હાઇસ્કૂલ પાસેથી મોટી હવેલી થઇ આણંદાબાવાના ચકલા પાસેથી પંચેશ્વર ટાવર સુધી અને હવાઇચોકથી સેન્ટ્રલ બેંકથી રતનબાઇ મસ્જીદ થઇ દિપક ટોકીઝથી બેડીનું નાકુ થઇ પંચેશ્વર ટાવર સુધી જઇ શકાશે.

જેમાં રસ્તો બંધ રાખવાની નોટીસ આપતા આઇ.એ.એસ કમિશનરે જણાવ્યુ છે કે, દરેકે હુકમનો અમલ કરવાનો છે અને  કોઇ વ્યકિત ભંગ કરશે તો તેની દંડની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વાણિયા-વાગડિયા ડેમ મુદ્દે પ્રશ્ર્નો ઉઠાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ

Nawanagar Time

રાજ્યના એક ધારાસભ્ય પાછળ દર પાંચ વર્ષે થતો રૂ.70 લાખનો ખર્ચો

Nawanagar Time

બેડી ગામના માછીમારોની હાલત કફોડી: આર્થિક સહાયની માંગ

Nawanagar Time

Leave a Comment