Nawanagar Time
ગુજરાત જામનગર

પિસ્ટલ પ્રકરણમાં ડમી આરોપી રજૂ થયો? શુ છે સત્ય ?

dummy-accused-introduced-in-the-pistol-chapter

એસઓજીના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના હાથ કાળા થયા પરંતુ કારીગરી કરનાર એલસીબીના પોલીસ કર્મીનો આબાદ બચાવ

જામનગર:-જામનગર પોલીસને કલંકીત કરનાર લાંચ પ્રકરણમાં નવો ફણગો ફૂટ્યો છે. ગેરકાયદે પિસ્ટલ સાથે ઝડપાયેલા એક આરોપીને હેરાન નહીં કરવાના અને આરોપી  મોટર સાયકલ સાથે ઝડપાયો હતો તે મોટર સાયકલ કબજે નહીં કરવા પ્રકરણમાં રૂા.7 લાખની લાંચની માંગ કરાયા બાદ એસઓજીના બે કર્મચારીઓ રૂા.સવા લાખ લેતાં રંગેહાથ એસીબીના હાથે ઝડપાઈ જતા હાલ તુર્ત તો આ મામલો શાંત પડ્યો છે, પરંતુ હકીકતમાં આ કેસમાં એલસીબીના એક સ્ટાફની પણ ભૂંડી ભૂમિકા હોવાનું અને  આરોપી જ બદલી દઈ ડમી આરોપી રજૂ કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ચકચારી કેસની વિગત જોઈએ તો, જામનગર શહેરના જી.જી. હોસ્પીટલ પાછળના વિસ્તારમાં પટેલ કોલોની શેરીનં-10માં ટુ-વ્હીલરના શો-રૂમની બાજુવાળા એક ધંધાર્થીને ત્યાં કામ કરતો અને નવાગામ ઘેડમાં કબીરનગર મસ્જીદની બાજુમાં રહેતો હાસમ જુમાભાઈ ખફી નામનો શખસ બે દિવસ  આ જ વિસ્તારમાંથી દેશી બનાવટની પીસ્તોલ અને બે કાર્તુસ અને એક મોટર સાયકલ સાથે એસઓજીના પીએસઆઈ અને સ્ટાફના હાથે ઝડપાઈ ગયો હતો. પકડાયેલું મોટર સાયકલ પીસ્તોલ સાથે ઝડપાયેલા આરોપીના શેઠનું હતું. દરમ્યાન આ ધંધાર્થીને તેના માણસને હેરાન નહીં કરવા તેમજ સાહેબને કહીને મોટર સાયકલ પાછું અપાવી દેવા પેટે રૂા.7  માંગણી કરવામાં આવી હતી.

આથી ફરીયાદીએ કંઈક ઓછુ કરવાની વાત કરતાં એસઓજીના હેડ કોન્સ. ભગીરથસિંહ હેમતસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ સિયારામસિંહ ચૌહાણએ સાહેબ નહીં માને તેમ કહીને રૂા.3.પ લાખ લીધા હતાં અને ફરી રૂા.ર.રપ લાખ લીધા બાદ વધુ રૂપિયા સવા લાખની માંગણી કરતાં ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ કરતાં એસીબીના મદદનીશ  એચ.પી.દોશીના સુપરવિઝન હેઠળ રાજકોટ એસીબી પીઆઈ એચ.એસ.આચાર્ય અને સ્ટાફે જાળ બીછાવી સવા લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પરંતુ હકીકતમાં આ ચકચારી કેસમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો કે જે આરોપીને પિસ્ટલ સાથે ઝડપી લેવાયો હતો એ આરોપીને જવા દેવાયો અને એને બદલે ડમી માણસને રજૂ કરાયો હતો અને આ  લાખો રૂપિયાના સેટિંગ કઈઇ ના જ એક પોલીસે ભૂંડી ભૂમિકા ભજવી હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે. ત્યારે આ દિશામાં પણ તપાસ થવી જરૂરી છે.

‘સાહેબ’નું નામ ઋઈંછમાં કેમ નહીં?

એસીબીના હાથે રિશ્વત લેતા ઝડપાયેલા બે પોલીસ જવાન સામે જ ગુન્હો કેમ નોંધાયો ? એસીબીની ઋઈંછ માં એવું જણાવાયું  કે ’આટલા પૈસાથી સાહેબ નહીં માને..’ તો પછી એ સાહેબનું નામ ઋઈંછમાં શામેલ ન કરવાનું કારણ શું હોઈ શકે ??

બીજું હથિયાર ક્યાં?

વનીયો વાળા પાસેથી જઘૠએ બે રિવોલ્વર ઝડપાયી હોવાનું ચર્ચાય છે, તો બીજી પિસ્ટલ ક્યાં પગ કરી ગઇ? એ તો એસપી ઉંડી તપાસ કરે તો દૂધનું દૂધ  પાણીનું પાણી થઇ જાય. પિસ્ટલ પ્રકરણમાં ભૂતકાળમાં અનેક લોકો ઝડપાયા છે ,  બીજું નામ ખોલવા માટે આટલી મોટી કિંમતની રિશ્વત લેવાઈ હોવાનું માનવામાં આવતું નથી.

પૈસા ફેંકો, તમાશા દેખો !!

જામનગર પોલીસ વિશે એવું કહેવાય છે કે પૈસા માટે બધું કરી છૂટે. ગમે એવો ગુન્હો કર્યો હોય તો પણ  આપી દેવાય તો મહેમાન ગતિ કરે અને જો કોઈ પૈસાનું નઝરાણું ના ધરે તો ‘સરભરા’ કરવામાં પાછી ના કરે, ખાસ કરીને એસપીની માનીતી શાખામાં ઉપલકમાં ઉપાડેલા લોકોને થર્ડ ડિગ્રી ટોર્ચર કરતાં પણ ગભરાતા નથી, એટલે બીજા શબ્દોમાં ‘કોક’ની ભલામણ માત્રથી ગુન્હેગાર ન હોય એવા લોકોને ગુપ્ત ભાગે શોક ટ્રીટમેન્ટ  થર્ડ ડિગ્રી ટોર્ચર કરવાના કિસ્સા નોંધાયા છે, નામદાર અદાલતે કસૂરવાર ઠેરવી એલસીબીના તત્કાલીન પીઆઇ સહિત પોલીસ સામે ગુન્હાઓ પણ દાખલ કર્યા છે. તો શું પોલીસ કોઈના હાથા બને છે? કે પૈસા માટે બધું કરી છૂટે એ ચર્ચાનો વિષય બન્યો છે.

હથિયાર હંમેશા મૃતક વ્યક્તિ પાસેથી જ ખરીદાયું હોય છે!

દરેક સમયે ગેરકાયદે હથિયાર ઝડપાય ત્યારે  મૃત થયેલા પાસેથી હથિયાર લીધું હતું કે સાચવવા માટે આપ્યું હતું એવું કબૂલે છે આ વખતે પણ પિસ્ટલ  તાજીયા ગેંગના મૃત શખ્સ પાસેથી લીધું હોવાની કબૂલાત ઝડપેલા આરોપીએ આપી હતી. થોડા સમય પહેલા નગરસેવક અતુલ ભંડેરી ઉપર હસુ પેઢડિયાએ ફાયરિંગ કર્યાનો ગુન્હો દાખલ થયો હતો ત્યારે હસુ પેઢડિયાએ પણ  મૃત શખ્સ પાસેથી હથિયાર લીધાની કબૂલાત આપી હતી, એટલે ગેરકાયદે હથિયાર મૃત શખ્સો પાસેથી  લીધાનું કબૂલે એટલે કેસ નબળો પડી જાય !!

હકિકત શું હતી ?

ગત્ અઠવાડિયે એસઓજીએ ટીપના આધારે ‘વનીયો વાળા’ નામે ઓળખાતો શખસ ઝડપી લીધો હતો અને ઓફિસમાં લઇ જઈને થોડોક મેથીપાક આપ્યો, તો પોપટ બનીને બે હથિયાર કાઢી આપ્યા હોવાનું માહિતગાર  ચર્ચાય  છે . પછી ખરો ખેલ ખેલાયો, હથિયાર સાથે ‘વનીયો વાળા’ પકડાયો હતો. ત્યાર પછી  LCBનો એક કર્ક રાશિ ધરાવતો પોલીસ જવાન મેદાનમાં આવ્યો હતો  અને વનિયા વાળાને પડતો મૂકી અને એના બદલે ડમી માણસ રજૂ કરવો, એના બદલામાં LCBનો એક કર્ક રાશિ ધરાવતો પોલીસ જવાને SOG સાથે લાખોનું  આ થયું હોવાનું ચર્ચાય છે. પછી સેટિંગ પ્રમાણે ગોઠવી હાસમ જુમાભાઇ ખફી (રે. કબીરનગર, મસ્જીદની બાજુમાં, નવાગામ ઘેડ)ને આંતરીને તેની તલાશી લેતા તેના કબજામાંથી એક દેશી બનાવટની પિસ્ટલ અને બે જીવંત કાર્તુસ મળી આવ્યા એવું જાહેર કરવામાં આવ્યું અને એસઓજીએ બી ડિવિઝનને આરોપી સોંપી દીધો હતો.

Related posts

જામનગરમાં બૉગસ એલઈડી ટીવી વેંચવાનું કૌભાંડ: બે વેપારી ઝડપાયા

Nawanagar Time

લોકસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ યુવા ઉમેદવારો પસંદ કરશે

Nawanagar Time

ભાણવડ નગરપાલિકાના સેનેટરી ઇન્સે.નું ઘટના સ્થળે મોત

Nawanagar Time

Leave a Comment