Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકા કોંગ્રેસ ભાંગીને ભૂક્કો: પી.એસ. જાડેજા ભાજપમાં

dwarka-crushed-congress-p-s-jadeja-in-bjp

જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા 100 થી વધુ અગ્રણીઓ સાથે ભાજપમાં જોડાયા: લોકસભા ચૂંટણી પૂર્વે જ ખેલ પાડી દીધો: જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન નિશ્ર્ચિત

ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને એકસુત્રથી બાંધી રાખી, કોંગ્રેસને સજીવન રાખનારા રાજકીય નેતા પી.એસ. જાડેજાની આગેવાની હેઠળ જિલ્લાની જિલ્લા પંચાયત, જુદી-જુદી તાલુકા પંચાયત, સહકારી મંડળી, માર્કેટીંગ યાર્ડ, ગ્રામ પંચાયતના સરપંચો વિગેરે મળી, જિલ્લાના આશરે 100 જેટલા કોંગ્રેસી હોદ્દેદારોએ ભાજપમાં  કેશરિયો ખેસ ધારણ કરી લેતાં દ્વારકા કોંગ્રેસ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે અને આગામી દિવસોમાં દ્વારકા જિલ્લા પંચાયતમાં પણ સત્તા પરિવર્તન નિશ્ર્ચિત બન્યું છે.

ખંભાળિયાના કોંગ્રેસના નેતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ પ્રમુખ પ્રતાપસિંહ સીદુભા જાડેજા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળી રહ્યા હતાં. એટલું જ નહિં, તેઓ  માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજના પણ પ્રમુખ તથા ડીસ્ટ્રીકટ બેંકના ડાયરેકટર, તાલુકા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ જિલ્લા ખરીદ વેંચાણ સંઘના ડાયરેકટર કચ્છ-કાઠિયાવાડ ગરાસિયા અસો.ના મહામંત્રી વિગેરે જેવી અનેક સંસ્થાઓમાં સક્રિય રીતે સેવાઓ આપી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના પાયારૂપ અને મજબૂત નેતા પી.એસ. જાડેજા  પંચાયતની ચારબારા બેઠક પરથી ચૂંટાઇ આવીને કોંગ્રેસ આશીત જિલ્લા પંચાયતમાં હાલ ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. આ સંજોગોમાં લોકસભા સામાન્ય ચૂંટણી પૂર્વે જ તેઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરતાં દ્વારકા કોંગ્રેસનું અસ્તિત્વ જ જાણે મટી ગયું હોય તેમ કોંગ્રેસ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકમાત્ર  મનાતા કોંગ્રેસના નેતા પી.એસ. જાડેજાએ તેમની સાથે જિલ્લાની જુદા-જુદા સંસ્થાઓના હોદ્દેદારો-કાર્યકરોને સાથે રાખી, સામૂહિક રીતે આજે મંગળવારે ભાજપમાં પ્રવેશ કર્યો છે. જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા સમજાવટ બાદ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યાં છે.

dwarka-crushed-congress-p-s-jadeja-in-bjp
dwarka-crushed-congress-p-s-jadeja-in-bjp

પી.એસ. જાડેજાના જણાવ્યા મુજબ તેઓ જિલ્લા પંચાયતના ભાટિયા બેઠકના એક સભ્ય સાથે  કલ્યાણપુર તાલુકા પંચાયતમાંથી કુલ ચાર કોંગ્રેસી સદસ્યો, જિલ્લાના વીસ સરપંચ, સહકારી મંડળી-ખંભાળિયાના 35 સભ્યો ઉપરાંત ખંભાળિયાની માર્કેટીંગ યાર્ડની આખી કોંગ્રેસની બોડી પૈકી બાર સભ્યો તથા તાલુકા ખરીદ વેંચાણ સંઘના સભ્યો મળી આશરે 95 જેટલા કોંગ્રેસના નેતાઓ-હોદ્દેદારો આજે સામૂહીક રીતે અહિંના માર્કેટીંગ યાર્ડ ખાતેથી આશરે 100 જેટલા વાહનોના કાફલા સાથે  આવી પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુભાઇ વાઘાણી, મનસુખભાઇ માંડવિયા સૌરભભાઇ પટેલ વિગેરેની હાજરીમાં ભાજપમાં વિધીવત રીતે પ્રવેશ કરી, કેશરીયો ખેસ ધારણ કરનાર છે.

કોંગી આગેવાનોના ભાજપના પ્રવેશથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ભાજપના હાથમાં આવી જવાની પુરી સંભાવનાઓ છે. હાલ જિલ્લા પંચાયતના કુલ 22 સભ્યો પૈકી કોેંગ્રેસ પાસે 11, ભાજપ પાસે  અને બે અપક્ષ સભ્યો છે આટલું જ નહિં, વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ભાજપને પ્રાપ્ત થશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આમ, લોકસભા ચૂંટણી પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના અનેક હોદેદારો, કાર્યકરોને સમજાવટ પૂર્વક ભાજપમાં ભેળવી, જિલ્લા પંચાયત સહિત સતા પલ્ટા માટે જામનગરના ધારાસભ્ય અને  મંત્રી હકુભા જાડેજાની સુઝબુઝ સાથે જિલ્લાના નેતા પી.એસ. જાડેજાની આગેવાની હેઠળ ભાજપમાં પ્રવેશ અપાતા હાલ કોંગ્રેસ દીશાશુન્ય બની રહે તેવી પરિસ્થિતિમાં હોવાનું સ્થાનિક રાજકારણમાં ચર્ચાઇ રહ્યું છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પ્રકારનો સૌ પ્રથમ વખત રાજકીય ભૂકંપ સર્જાયો હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યાં છે.

પ્રમુખ તરીકે મહંમદ યાસિન ગજ્જનની તાત્ત્કાલિક નિમણૂક

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી.એસ. જાડેજાએ કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કરતાં પ્રદેશ કોંગ્રેસ ચોંકી ઉઠી છે. જો કે, પી.એસ. જાડેજાના રાજીનામાના પગલે ગઈકાલે જ કોંગ્રેસે તાકિદનો નિર્ણય લઈ વરવાળા જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટાયેલા  યાસિનભાઈ બી. ગજ્જનને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક આપી છે. નોંધનિય છે કે, દ્વારકા જિલ્લામાં મહંમદ યાસિનભાઈ ગજ્જન ખૂબ જ મોટું નામ ધરાવે છે અને અગાઉ તેઓએ ધારાસભ્ય પબુભા માણેકના પુત્રને પણ ચૂંટણીમાં શિકસ્ત આપી હતી.

Related posts

સૌરાષ્ટ્રની બેઠકો માટે ભાજપની ટિમ કામે લગી, ઉમેદવારો માટે પસંદગી અભિપ્રાય મેળવશે..

Nawanagar Time

સ્લીપર શેલ વધું સક્રિય થયાં છે…!? ગુજરાત-મહારાષ્ટ્રમાં ત્રાસવાદી હુમલાની દહેશત

Nawanagar Time

માતાને મળવાની ના પાડતા પરિણીતાએ કૂવો પૂર્યો

Nawanagar Time

Leave a Comment