Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકા જિલ્લા પંચાયતમાં સત્તા પલટાના સ્પષ્ટ એંધાણ

dwarka-district-panchayat-clear-clearance-of-power

કોંગ્રેસના ભાજપીકરણથી ખંભાળિયા માર્કેટીંગ યાર્ડમાં પણ તખ્તો પલટાશે

ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા ખંભાળિયા સહિત ચારેય તાલુકાઓના કોંગ્રેસના નેતાઓ સામૂહિક રીતે ભાજપમાં  જઇ કેસરિયો ખેસ ધારણ કરાં સ્થાનિક અને સમગ્ર હાલાર પંથકના રાજકારણમાં ભારે ચકચાર જાગી છે. આ સાથે મહત્વની એવી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, ખંભાળિયા માર્કેટીંગ યાર્ડ વિગેરેમાં સત્તાપલ્ટો આવે અને ભાજપનું શાસન સ્થપાય તેવા સ્પષ્ટ સંજોગો જોવા મળે છે.

ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ પ્રમખુ  જિલ્લાના વિવિધ હોદ્ાઓ ધરાવતાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પી એસ જાડેજાના વડપણ હેઠળ જિલ્લાના કોંગી કાર્યકરો ગઇકાલે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુભાઇ વાઘાણી સહિતના નેતાઓની ખાસ ઉપસ્થિતિમાં ભાજપમાં વિધિવત્ રીતે પ્રવેશ કર્યો છે.

જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા પી એસ જાડેજા સાથે જિલ્લા પંચાયતના સદસ્ય વિઠ્ઠલભાઇ સોનગરા પણ ભાજપમાં જોડાઇ જતાં  એક સભ્યની પાતળી સરસાઇથી ચાલતી જિલ્લા પંચાયત હવે સરકીને ભાજપ પાસે જતી રહેવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ સાથે ખંભાળિયા માર્કેટીંગ યાર્ડ કે જે છેલ્લી ચારેક ટર્મથી પી. એસ. જાડેજાની આગેવાની હેઠળ સ્પષ્ટ અને સંપૂર્ણ બહુમતિ સાથે કોંગ્રેસ પાસે છે, તે હવે 12 જેટલા સભ્યો સાથે ભાજપમાં ભળી જતાં  ખંભાળિયા યાર્ડ પર પણ ભાજપનો કબ્જો સ્થપાશે.

આ સાથે ખંભાળિયા તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ પી એસ જાડેજા સાથે સંઘના સભ્યો ભાજપામાં પ્રવેશતા હવે ખરીદ-વેચાણ સંઘમાં પણ સત્તા પલ્ટો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આમ, જિલ્લાની બે જિલ્લા પંચાયતના સભ્યો, માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર્સ, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લાના ગામોના સરપંચો  સામૂહિક રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરતાં જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા સાથે કોંગ્રેસને ફટકો પડયો છે.

Related posts

ડિસેમ્બરથી કોંગ્રેસમાં મહાભરતી અભિયાન

Nawanagar Time

દરેડ વિસ્તારમાં પાણીનો બોકાસો: બેડાંની લાંબી કતારો

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસમાં માત્ર 26 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચી

Nawanagar Time

Leave a Comment