Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકા જિલ્લા પોલીસવડાની નવી કચેરી રૂા.1ર કરોડના ખર્ચે કાર્યરત

dwarka-district-police-office-is-functioning-at-a-cost-of-rs-1-12-crore

નવી કચેરીમાં પોલીસની તમામ શાખાઓનું સંકલન થશે: જિલ્લા પોલીસવડા રોહનકુમાર આનંદ દ્વારા કચેરી ખૂલ્લી મૂકાઈ

ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની કચેરી નવો જિલ્લો 2013માં થયો ત્યારથી ખંભાળિયાની જી.વી.જે. હાઇસ્કૂલમાં એક બિલ્ડીંગને રીનોવેશન કરીને બેસતી હતી.

ધરમપુર પાસે જિલ્લા સેવા સદનના સ્થળે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પોલીસ અધિકારી કચેરી કાર્યરત થયા પછી જિલ્લા પોલીસ વડાની કચેરી બાકી હતી તે કામગીરી પુર્ણ થતાં ગઇકાલે જિલ્લા પોલીસ વડા રોહનકુમાર આનંદ દ્વારા પૂજાવિધી સાથે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવી કચેરીના સ્થળે કામગીરીનો પ્રારંભ કર્યો છે.

જિલ્લા સેવા સદન સાથે આવેલી આ જિલ્લા પોલીસ વડા દેવભૂમિ દ્વારકાની કચેરી બાર કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતી કચેરી છે. રાજ્ય સરકારે નવા જિલ્લાઓમાં બનાવેલ યોજના મુજબ જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી કચેરી તથા જિલ્લા પોલીસ વડા કચેરી એમ ત્રણેય જિલ્લા મુખ્ય કચેરી એક જ સંકુલમાં બનાવવી તે મુજબ હવે ત્રણેય કચેરીઓ એકજ સ્થળે દેવભૂમિ જિલ્લામાં થતાં હવે એક જ સ્થળે ત્રણેય કચેરીઓમાં કાર્યો થઇ શકે તેવી લોકોની સગવડતા વધી છે.

તમામ જિલ્લા બ્રાંચો એક જ સ્થળે અત્યાર સુધી હાલની બ્રાંચો અલગ અલગ સ્થળે હતી તેના કારણે સંકલનમાં વિલંબ થતો હતો હવે નવી અદ્યતન પોલીસ કચેરી કાર્યરત થતાં હેડ કવાર્ટર ડીવાયએસપી એસ.સી. એસ.ટી. સેલ ડીવાયએસપી જિ.પો. વડા કાર્યલય, ટ્રાફી બ્રાંચ, એમ.ઓ.બી., એલસીબી, એલઆઇબી સહિતની તમામ જિલ્લા બ્રાંચો પણ હવે એક જ સ્થળે આવી જતા કામગીરી સરળ થઇ જશે.

Related posts

જામનગર મહાપાલિકામાં અડધો-અડધ જગ્યાઓ ખાલી

Nawanagar Time

સમૂહલગ્નનું આયોજન કરી મેરેજ એનિવર્સરી ઉજવતાં શિવધારા ટ્રસ્ટના પ્રમુખ

Nawanagar Time

કોર્પોરેશનમાં રામના રાજ: અરજદારોના ધરમ ધક્કા

Nawanagar Time

Leave a Comment