Nawanagar Time
ગુજરાત

દ્વારકાને મળ્યો બેસ્ટ પીલીગ્રિમેજ ડેસ્ટિનેશન એવોર્ડ

dwarka-got-the-best-pilgrimage-destination-award

ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ગવર્નરના હસ્તે એવોર્ડ એનાયત થયો

દ્વારકા:-દ્વારકા શહેરને ટુરીઝમ દ્વારા બેસ્ટ ટુરીઝમ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે, જે રાજ્યપાલ કોહલીના હસ્તે એનાયત કરાયો હતો.

ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ગઈકાલે સાંજે અમદાવાદના રીવર ફ્રન્ટમાં યોજાયેલા એક જાહેર સમારંભમાં રાજ્યના ગવર્નર કોહલીના હસ્તે દ્વારકાની દિવ્ય દ્વારકા સંસ્થા દ્વારા થયેલા નોમીનેશન અને પ્રવાસન વિભાગને દ્વારકાને શહેર બેસ્ટ પીલીગ્રિમેજ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

દિવ્ય ફાઉન્ડેશનના શીતલ બથીના, રવિ બારાઈ, રાકેશ બારાઈ, નિરવ સામાણી, દિપ બારાઈએ આ એવોર્ડ કોહલીના હસ્તે સ્વીકાર કર્યો હતો. રાજ્યભરમાં રાજ્યના કેબીનેટ મંત્રી કૌશિક પટેલ, ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, અમદાવાદના મેયર બીજલ પટેલ, તથા ભારતની બેસ્ટ હોસ્પિટાલિટી હેટલ લોકર્સના ચેરમેન પૂષ્પેન્દ્ર બંસલ વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

આ એવોર્ડ દ્વારકા નગરપાલિકાને પ્રાપ્ત થયો છે. એના માટે પાલિકા પ્રમુખ જીતેશ માણેક અને ઉપપ્રમુખ પરેશ ઝાંખરીયાએ ગુજરાત પ્રવાસન વિભાગ અને દિવ્ય દ્વારકા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

વિધાનસભામાં જામનગરના વિકાસકામોનો હિસાબ માંગતા ધારાસભ્ય હકુભા જાડેજા

Nawanagar Time

છ મહિલાઑ સહિત આઠ દેશી દારૂના ધંધાર્થીઓ ઝડપાયા તેમાથી એક ફરાર…

Nawanagar Time

લાઇન લીકેજથી રોજ વેડફાતું 30 હજાર લીટર પાણી

Nawanagar Time

Leave a Comment