Nawanagar Time
ગુજરાત ધાર્મિક

દ્વારકા: ઐતિહાસિક ભડકેશ્ર્વર મંદિરે લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયું

dwarka-historical-bhadkeshwar-temple-has-emerged-as-a-human-mahorama-in-lokmanya

દ્વારકા:-દ્વારકાના સમુદ્ર ક્ષેત્રે સમુદ્ર ક્ષેત્રે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલું પ્રાચીન તેમજ અનોખું શિવાલય એવું ભડકેશ્ર્વર મહાદેવનું પૌરાણિક શિવાલય આવેલ છે. ચારે તરફ ઘેરાયેલા કેસરીયા પથ્થરો તથા ઘાટા ભૂરા રંગની સમુદ્રની જળરાશિ વચ્ચે  ઋષિ જેવું અલૌકિક આ શિવાલય એટલે ભડકેશ્ર્વર મહાદેવનું પ્રાકૃતિક મંદિર, પુરાણ પ્રસિઘ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં ઠેર-ઠેર શિવાલયો સ્થાપિત છે અને દરેક શિવાલયની આગવી વિશેષતા રહી છે. આ બધા શિવાલયોમાં સૌથી વધારે ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતું ભડકેશ્ર્વર મહાદેવનું મંદિર છે. રત્નાકર પોતાના જળથી ભગવાન શિવના નિત્ય ચરણ પખાળી શકે તે માટે  જળરાશિની મઘ્યે ખડક પર ભગવાન ભડકેશ્ર્વરનું શિવાલય આવેલું છે. સેંકડો વર્ષોથી સમુદ્રના પ્રચંડ મોજાઓની સામે બાથ ભીડીને પોતાના વિજયની ઘ્વજા-પતાકા લહેરાવતું આ મંદિર દ્વારકા નગરીના પ્રભાવશાળી ધાર્મિક સ્થાનોમાનું એક છે. મહાશિવરાત્રિ નિમિત્તે યોજાતા લોકમેળામાં બહોળી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે. આજે પણ અનેક ભાવિકોએ ભડકેશ્ર્વર મહાદેવ મંદિરે શિશ ઝુકાવી  લીધા હતા.

ખડક પર પહોંચવા માટે સપ્રમાણ અને પહોળા પગથિયાની નાની હાર છે. ઉપર ખુલ્લો ચોક છે ત્યાંથી આગળ જતા નંદિ, કચ્છપની પથ્થરની પ્રતિમાઓ આવેલી છે. તેમની ઉપરનું નામું બાંધકામ ગર્ભગૃહના શિખર સુધી વિસ્તરી અગાસી જેવો આકાર ધારણ કરે છે. ગર્ભગૃહ આરસ દ્વારા મંડિત છે. ગર્ભગૃહની અંદર શિવ પરિવારના  ગણેશ અને પાર્વતીની નાજુક છતાં સુંદર પ્રતિમા સ્થાપિત છે. સાથે સાથે દેવી ગંગાજી તથા હનુમાનજીની પ્રતિમાઓ પણ આવેલી છે. આ બધાની મઘ્યમાં કાળા પથ્થરનું ભગવાન શિવનું સપ્રમાણ અને મનોહર શિવલિંગ દર્શનીય છે.

dwarka-historical-bhadkeshwar-temple-has-emerged-as-a-human-mahorama-in-lokmanya
dwarka-historical-bhadkeshwar-temple-has-emerged-as-a-human-mahorama-in-lokmanya

Related posts

સસ્તા અનાજના વેપારીઓની ભૂખ હડતાલ: પપ00 દુકાન બંધ

Nawanagar Time

શહીદોના પરિવારને મદદરૂપ થવા જામનગરી જોમ છલક્યું

Nawanagar Time

જવેલર્સ પેઢીને ઠગનાર મુંબઇથી ઝડપાયો

Nawanagar Time

Leave a Comment