Nawanagar Time
ગુજરાત

દ્વારકા: નાગેશ્ર્વર-ભડકેશ્ર્વર મહાદેવના મંદિરે ઉમટ્યું માનવ મહેરામણ

dwarka-humayun-mahajan-in-the-temple-of-nagashvar-bhadkeshwar-mahadev

દ્વારકા:-મહાશિવરાત્રીનાં પર્વે દ્વારકાના ભડકેશ્ર્વર મહાદેવ મંદિરે ભારે ભાવિકોની  ઉમટી હતી અને દર વર્ષ યોજાતા આ પરંપરાગત મેળામાં ભોળાનાથનાં દર્શન કરી ભાવિકો ધન્ય થયા હતા.

દ્વારકાના અરબી સમુદ્ર વચ્ચે બિરાજતા ભડકેશ્ર્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિનાં દિવસે વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને બીલીપત્ર દુગ્ધાભિષેક, જળ ભિષેક કર્યા બાદ બપોર બાદ શૃંગાર દર્શનનો લાભ લેવા દર વર્ષની  આ વર્ષ પણ મેળો યોજાયો હતો જેમાં દર વર્ષ કરતા માનવ મહેરામણ ઉમટ્યો હતો.

ભડકેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે દ્વારકા તથા આસપાસમાં ગામોમાંથી લોકો ઉમટી પડી મેળાનો લાભ લેતા દર્શન કરી ધન્યતા અનુભવી હતી આં તકે દ્વારકાના રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા વહેલી સવારથી જ મહાદેવમાં પ્રશાદ સ્વરૂપ નિ:શુલ્ક સરબત  કર્યું હતું જેનો લાભ પણ મોટી સંખ્યામાં લોકો એ લીધો હતો ઉલ્લેખનિય છે કે સ્વયંભુ યોજાતા આ મેળામાં ભારે હર્ષોલ્લાસ સાથે બમ બમ ભોલેના નાદ થી સમગ્ર દ્વારકા ગુજી ઉઠયું હતું

આ ઉપરાંત નાગેશ્ર્વર જયોર્તિલીંગધામ ખાતે પણ હજારો ભાવિકોએ દર્શનનો લાભ લિધો હતો. યાત્રાધામ દ્વારકાથી 16 કિમી દુર બાર  માનું એક જયોતિલીંગ દારૂકાવન નાગેશ્ર્વર મહાદેવનું જયોતિલીંગ આવેલુ છે ત્યા મહા શિવરાત્રીને દિન મંદિર ખુલ્યાની સાથેજ નાગેશ્ર્વર જયોર્તિલીંગ “હર હર મહાદેવ ૐ નમ: શિવાય ના નાદથી ગુંજી ઉઠયું હતું અહિં આખો દિવસ ભાવિકોની ભિડ રહી હતી મહાદેવને ભાવિકો દ્વારા  દુગ્ધાભિષેક જલ અભિષેક પુજા અભિષેક તેમજ બિલી પત્રો ચડાવામાં આવ્યા  તેમજ મંદિરના મહંત હરિશભારતી ફુલભારતી દ્વારા મહાદેવને ફુલ શ્રૂંગાર કરવામા આવ્યો હતો તેમજ દર્શનની અતિસુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ મહાદેવની ત્રણેય આરતીના ટાઇમ હજારો ભાવિકોએ દર્શનો લાભ લઇ ભાવ વિભોર બન્યા હતા.

Related posts

ઈ-સ્ટેમ્પિંગ સુવિધાનો વ્યાપ વધારાયોઃ નોટરીની કચેરીમાં ઈ-સ્ટેપની સુવિધા શરૂ કરાશે

Nawanagar Time

અમૂલની ચાલાકી! છાશના ભાવ વધારવાને બદલે છાશ જ ઘટાડી નાંખી

Nawanagar Time

હવે પરીક્ષા મા ચોરી પડશે વધું ભારી..બોર્ડની પરીક્ષામાં સીસી ટીવી સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ કરાશે

Nawanagar Time

Leave a Comment