Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકા: પાણી, પાકવીમો અને લાઈટ નહીં તો ‘મત’ નહીં

dwarka-if-not-water-crops-and-light-then-vote-is-not-possible

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર, મકનપુર અને ભોજપ ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર

દ્વારકા: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા  ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ ગામના લોકોએ રાજકારણીઓની ઉંઘ હરામ કરી દેતો નિર્ણય લઈ પાણી, પાકવીમો અને લાઈટના પ્રશ્ર્ને ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અભણ ગણાતા ગ્રામજનોએ હાલ તો રાજકારણીઓ અને ચૂંટણી તંત્રને દોડતું કરી દીધું છે.

પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકા તાલુકાના શિવરાજપુર અને  ગામ વચ્ચે આવેલ વાછરાડાડાના મંદિર ખાતે ગઈકાલે સાંજે મકનપુર શિવરાજપુર અને ભોજપ ત્રણ ગામના આગેવાનો તેમજ મહિલાઓ ભેગા થઈ પાક વીમા, પાણી, લાઈટ સહિતના પ્રશ્ર્ને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા નિર્ણય લીધો હતો.

આ ત્રણેય ગામનો 1960ની સાલ થી આ ત્રણેય ગ્રામજનોનના રહેવાસીઓનું સંગઠન હોવાથી અમુક નેતાઓના કારણે સરકાર દ્વારા  પિવાનું પાણી પાકવિમાની સુવિધાથી બાકાત રાખવામાં આવતા હોય તેમજ અવાર નવાર ગાંધીનગર સુધી રજુઆતો કરવા છતા આ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા આગામી લોકસભાની ચુટણીને અનુલક્ષીને એક અગત્યની મિટીંગનું આયોજન કરી 1200 થી 1500 વ્યકિતઓ દ્વારા શક્તિ પ્રદશન કરવામાં આવ્યું હતુ.

ત્રણે’ય ગામના લોકો દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા આ  ગામોના પ્રશ્ર્ન:-
  1. ગુજરાતભરમાં પાક વીમા ખેડૂતોને મળ્યા પણ ઓખા મંડળ તાલુકો અછતગ્રસ્ત હોવા છતાંય તમામ ગામને પાક વીમા સહાય મળી પણ આ 3 ગામના ખેડૂતોને વિમો ન આપી અન્યાય થયો છે.
  2. ઓખામંડળ તાલુકાના તમામ ગામ ને સાની ડેમ દ્વારા પાણી પૂરું પાડવા માં આવે છે પણ આ ત્રણ  પાદરમાંથી પાણીની લાઈનો જતી હોવા છતાં પણ ત્રણે’ય ગામના લોકોને પાણી નથી આપાતું એ જ રીતે
  3. ત્રણે’ય ગામોમાં વીજળીનો પ્રશ્ર્ન પણ માથાના દુ:ખાવારૂપ બન્યો હોય ગ્રામજનો દ્વારા એકતા બતાવી ચૂંટણીનો બહિષ્કાર કરાતાં તંત્ર અને રાજકારણીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.

Related posts

સોમવતી અમાસ અને શનિ જયંતિના અવસરે હાથલામાં ભક્તોનું ધોડાપુર

Nawanagar Time

ઘી ડેમ તળિયા ઝાટક: ખંભાળિયા-દ્વારકામાં જળ કટોકટી

Nawanagar Time

ભેજના કારણે ખાતરનું વજન ઘટ્યું: કૃષિ મંત્રી

Nawanagar Time

Leave a Comment