Nawanagar Time
ગુજરાત

સુરક્ષા એ પ્રથમ પ્રાથમિકતા, દ્વારકા જગત મંદિરની સુરક્ષા વધારાઇ..

dwarka-jagat-temple-security-is-enhanc

આઇબીના એલર્ટ બાદ દરિયાકાંઠાના વિસ્તારમાં 3 સ્પીડ બોટ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ

દ્વારકા:-પાકિસ્તાન ઉપર સર્જીકલ સ્ટ્રાઇક બાદ સમગ્ર દેશ અને ગુજરાતમાં આઇબી ફરી મોટા હુમલાની દહેશત વ્યક્ત કરતા દ્વારકાનાં દરિયામાંમાં પણ ત્રણ સ્પીડ બોટ દ્વારા સઘન સુરક્ષા જોવા મળી રહી છે.  જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે.

ઓખાથી પાકિસ્તાનની સરહદ 85 નોટિકલ માઈલ જેટલી જ હોય વળી વારંવાર માછીમારોના સ્વાંગમાં દરિયા મારફત ઘૂષણ ખોરી થતી હોય છે ત્યારે કોઈ માછીમારનાં સ્વાંગમાં ગુજરાતમાં કોઈ ઘુશી ન જાય તે માટે ઓખા મરીન પોલીસ દ્વારા સતત રાઉન્ડ ધ કાલોક ઓખાના દરિયામાં પેટ્રોલીંગ  માછીમારીની બોટોનું સઘન ચેકીગ કરવામાં આવી રહ્યું છે ત્યારે નજીકનાં નિર્જન ટાપુઓ અને ઓખા બંદર પર ચેક પોસ્ટ પર હાલ સઘન સુરક્ષા કરવામાં આવી રહી છે . ઓખા મરીન પોલીસની ત્રણ ઈન્ટરસેપ્ટ ર બોટો દ્વારા હથિયારધારી પોલીસ અને કમાન્ડો દ્વારા પાકિસ્તનનાં નાપાક ઈરાદાઓ સફળ ન થવાની નેમ સાથે કોસ્ટ  નેવી સાથે દરિયામાં ઓખા મરીન દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી આ સાથે દ્વારકા ના જગત મંદિરમાં સીક્યુરીટી વધારી દેવામાં આવી છે. દેવભુંમી દ્વારકા જીલ્લાના ડી વાય એસ પી ચેતન ખટાણાએ જણાવ્યું હતું કે દેવભુમી દ્વારકા જીલ્લાના તમામ બંદરો ખાનગી કંપનીઓ, દરિયાઇ વિસ્તાર તેમજ દ્વારકાધીશ જગતમંદિર તથા રાષ્ટીય સ્મારકોને  કોમ્બીંગ કરવામાં આવ્યું છે. તથા બહારથી આવતા તમામ વાહનો તેમજ દરિયાઇ વિસ્તારોમાં તમામ બોટોનું સધન ચેકીંગ આજ સવારથી કરવામાં આવ્યું છે. તેમજ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઇપણ અજાણી બોટ કે સંકાસ્પદ હીલચાલ નજર પડે તો પોલીસ નો સંપર્ક  કરવા જણાવ્યું હતું.

dwarka-jagat-temple-security-is-enhanc
dwarka-jagat-temple-security-is-enhanc
dwarka-jagat-temple-security-is-enhanc
dwarka-jagat-temple-security-is-enhanc
dwarka-jagat-temple-security-is-enhanc
dwarka-jagat-temple-security-is-enhanc
dwarka-jagat-temple-security-is-enhanc
dwarka-jagat-temple-security-is-enhanc

Related posts

જામનગર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત

Nawanagar Time

કાલે હાર્દિક પટેલ- જીગ્નેશ મેવાણી જામનગરમાં સભા ગજવશે

Nawanagar Time

વડોદરા દુષ્કર્મ કેસમાં બે આરોપી રાજસ્થાનથી ઝડપાયા

Nawanagar Time

Leave a Comment