Nawanagar Time
ગુજરાત

દ્વારકામાં સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 19મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

dwarka-kshatriya-vagher-samaj-of-19th-century-celebration

139 યુગલો લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા: દ્વારકાના દાનવીર ભામાશા માણેક પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું

દ્વારકા:-દ્વારકાના દાનવીર પરિવાર અને ભામાશા ગણાતા સ્વ. વીરમભા આશાભા માણેક પરિવાર દ્વારા તા.રપ ને રવિવારના રોજ દ્વારકામાં સમસ્ત ક્ષત્રિય  સમાજના 19 મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન સનાતન સેવા મંડળના પરિસરમાં કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ક્ષત્રિય વાઘેર સમાજના 139 યુગલો લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં.

સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 19 મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે દ્વારકા શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ, મહામંડલેશ્વર શ્રી 108 પૂ. કનકેશ્વરી દેવીજી,  મુક્તાનંદજી બાપુ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, સનાતન સેવા મંડળના કેશવનંદજી બાપુ તેમજ રાજ્યભરમાંથી સાધુ-સંતો, સામાજીક અને રાજકીય અગ્રણીઓ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતાં. સમૂહ લગ્નોત્સવનું સમગ્ર આયોજન સ્વ. વીરમભા આશાભા માણેક પરિવારના અને આ વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન પ્રસંગે સવારે 7:00 વાગ્યે વરરાજાના  સવારે 10:30 વાગ્યે હસ્ત મેળાપ, સવારે 11:00 વાગ્યે મંગલફેરામાં માંગલિક પ્રસંગો યોજાયા હતાં અને બપોરે 1:00થી 3:00 સમૂહ ભોજન, બપોરે 3:00 વાગ્યે સમૂહ દાંડીયારાસ અને સાંજે 4:00 વાગ્યે જાન વિદાય બાદ સમૂહલગ્ન ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયાં હતાં.

dwarka-kshatriya-vagher-samaj-of-19th-century-celebration
dwarka-kshatriya-vagher-samaj-of-19th-century-celebration
dwarka-kshatriya-vagher-samaj-of-19th-century-celebration
dwarka-kshatriya-vagher-samaj-of-19th-century-celebration
dwarka-kshatriya-vagher-samaj-of-19th-century-celebration
dwarka-kshatriya-vagher-samaj-of-19th-century-celebration

Related posts

હાર્દિક જામનગરથી ચૂંટણી લડશે તો જીતાડીશું: ધારાસભ્ય ચિરાગ કાલરિયા

Nawanagar Time

પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી લેવા દરોડા: વેપારીઓમાં ફફડાટ

Nawanagar Time

જામનગર લોકસભા બેઠકમાં માડમ v/s માડમ?

Nawanagar Time

Leave a Comment