Nawanagar Time
જામનગર

મેરી ક્રિસમસ : દ્વારકા યાત્રાધામમાં નાતાલના વેકેશનમાં ઉમટી પડ્યા સહેલાણીઓ..

દિવાળીના વેકેશન પછી નાતાલના તહેવારો કે જેમાં સામાન્યતઃ એકાદ સપ્તાહ જેવો મીની વેકેશનનો સમયગાળામાં રજાની મોજ માણવા સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. દ્વારકા એ યાત્રાધામ હોય તેમજ છેલ્લા દાયકામાં ટુરીઝમના વિકાસ અને સુવિધાઓમાં વધારો થતાં યાત્રાધામની સાથો સાથ ટુરીઝમ ક્ષેત્રે પણ દ્વારકાનો વિકાસ થયો હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલના તહેવારોમાં યાત્રાળુઓ તેમજ સહેલાણીઓ ઉમટી પડશે તેવું હાલમાં હોટલ ગેસ્ટહાઉસમાં થઈ રહેલાં જોરશોરથી બુકીંગથી જણાઈ રહ્યું છે.
સરકારી તંત્રે પણ યાત્રાળુઓ તેમજ સહેલાણીઓના અપેક્ષિત ટ્રાફિકને પહોંચી વળવા તૈયારીઓ શરૃ કરી દીધી છે. દ્વારકાધીશ મંદિરમાં પણ વિવિધ ઉત્સવ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ આવનારા ભાવિકોને મળશે.

તમામ હોટલો, ધર્મશાળા, ગેસ્ટહાઉસ ફૂલ

દેવભૂમિ દ્વારકામાં ક્રિસમસ વેકેશનના રજાના દિવસો શરૃ થતાં જ અત્યારથી જ દ્વારકામાં ‘હાઉસફૂલ’ જેવી સ્થિતિ થઈ ગઈ છે.

નાતાલની રજાઓ શરૃ થઈ છે ત્યારે અત્યારથી દ્વારકામાં ધર્મપ્રેમીઓ અને યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે. દ્વારકાની તમામ હોટલો, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓમાં પાંચમી જાન્યુઆરી સુધીના બુકીંગ થઈ ગયા છે અને સહેલાણીઓનો પ્રવાહ અવિરત ચાલું છે.

દ્વારકામાં નાતાલના વેકેશનમાં ઉમટી રહેલા યાત્રિકોના કારણે દૂધ, શાકભાજી જેવી ચીજવસ્તુઓની પણ અછત વર્તાઈ રહી છે. દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરવા સાથે આસપાસના હરવા ફરવાના સ્થળો તેમજ શહેરની બજારોમાં માનવ મહેરામણ જોવા મળે છે.

દ્વારકામાં અત્યારે દરરોજ વિવિધ મનોરથો, પાંચ ધ્વજારોહણ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. આજે ગુજરાતના મંત્રી જયદેવસિંહ પરમારે પરિવાર સાથે દ્વારકાના જગતમંદિરમાં દર્શન-પૂજાનો લાભ લીધો હતો અને તેમના પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પણ દ્વારકામાં દર્શનાર્થે આવ્યા છે. અત્યારે દ્વારકા શહેર યાત્રિકો અને શ્રદ્ધાળુઓથી છલકાઈ રહ્યું હોય, વેકેશનનો માહોલ જામ્યો છે.

Related posts

બોલો….ચોમાસા ટાણે જ વૃક્ષ કાપવાનું મશીન બંધ

Nawanagar Time

ઓડિટ શાખાએ લાઈટ શાખાની ઝાટકણી કાઢી, અનેક પ્રશ્નો ઊભા થયા

Nawanagar Time

જામનગર શહેર-જિલ્લામાં મહામારી કોરોના વાયરસનો ખતરો ટાળવા 6296 ઘરમાં સર્વે

Nawanagar Time

Leave a Comment