Nawanagar Time
ગુજરાત

દ્વારકાનાં આર્મીમેનનું ચાલુ ફરજે ચંદીગઢમાં અવસાન

dwarkas-armamiman-dies-in-chandigarh

આર્મીમેનના અવસાનથી દ્વારકા અબોટી બ્રાહ્મણ સમાજમાં ઘેરો શોક: માદરે વતનમાં અંતિમ વિધિ સમયે હૃદયદ્રાવક દ્રશ્ય

દ્વારકા:-ભારતીય સેનામાં ફરજ બજાવતાં દ્વારકાના વતની અમિત મયુરભાઈ ત્રિવેદીનું ચાલુ ફરજે અવસાન થતાં દ્વારકાના અબોટી બ્રાહ્મણ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેમના મૃતદેહને માદરે વતન લાવવામાં આવ્યો છે. આજે તેઓને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરાઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ મૂળ દ્વારકાના વતની અમિત મયૂરભાઇ ત્રિવેદી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને તેઓનું ઓન ડ્યુટી અવસાન બાદ તેમના મૃતદેહને દ્વારકા લવાયો છે. તેમના અવસાનથી દ્વારકાનાં અબોટી જ્ઞાતિ તથા બ્રહ્મ સમાજમાં ઘેરો શોકની લાગણી ફેલાઇ છે.

dwarkas-armamiman-dies-in-chandigarh
dwarkas-armamiman-dies-in-chandigarh

વધુમાં આજે મૃતક અમિતભાઇને આજે માદરે વતન દ્વારકા ખાતે 31 બ્રિગેડ મિલેટરી શેશન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. આર્મી મેન પોતાના માતા પિતા ભાઈ-બહેન અને પત્ની તથા બાળકને વિલાપ કરતા છોડી ગયા છે.

આજે વહેલી સવારે  અમિતભાઈ ત્રિવેદીના નિવાસ સ્થાન દ્વારકા મુકામે ટીવી સ્ટેશન વિસ્તારમાંથી ફોજના જવાનો સાથે  સમગ્ર અબોટી બ્રહ્મ સમાજ દ્વારા સ્મશાન યાત્રા નીકળી દ્વારકા ના મુખ્ય માર્ગ પર થી નીકળી દ્વારકા ના સમુદ્ર તટ પર આવેલ સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં.

dwarkas-armamiman-dies-in-chandigarh
dwarkas-armamiman-dies-in-chandigarh

 

dwarkas-armamiman-dies-in-chandigarh
dwarkas-armamiman-dies-in-chandigarh

Related posts

પટેલ કોલોનીમાં અજાણ્યા શખ્સે લગ્ન મંડપમાં આગ ચાંપી

Nawanagar Time

વાહ પાટીદાર, હવે સુરતમાં પણ બનશે ખોડલધામ

Nawanagar Time

એસ.ટી. ડેપોમાં કન્ડક્ટર જાતે બનાવે છે ડ્યૂટીલિસ્ટ

Nawanagar Time

Leave a Comment