Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકાના ‘કલાત્ત્મક’ ભ્રષ્ટાચારના પુરાવાનો નાશ

dwarkas-artistic-corruption-destroyed-the-evidence

70 કરોડના ખર્ચે નિર્માણ થયેલાં જર્જરિત પીલર પરઘોલા હટાવી દેતું તંત્ર

દ્વારકા:-દ્વારકા શહેરમાં ગુજરાત ટુરીઝમ દ્વારા 2014-15ની સાલમાં 70 કરોડના ખર્ચે વિકાસકામો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગોમતીઘાટ પાસે જર્જરીત 16 પીલોરો અને બે પરઘોલા તંત્રએ હટાવ્યાં હતાં. ભ્રષ્ટાચારયુક્ત વિકાસકામોના પુરાવાનો નાશ કરાઈ રહ્યો  લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

યાત્રાધામ દ્વારામાં ગુજરાત ટુરીઝમ દ્વારા 2014-15ની સાલમાં રૂ. 65થી 70 કરોડના ખર્ચે જૂદી જૂદી જગ્યાએ વિકાસના કામો કરવામાં આવ્યાં હતાં. તે ટુરીઝમ વિભાગના વિકાસકામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપો તેમજ પુરાવા સાબિત થઈ ચુક્યાં છે. ત્યારે સરકાર દ્વારા ભ્રષ્ટાચારો કરનાર કોન્ટ્રાક્ટરો સામે આજદીન સુધી કોઈ  પગલા લેવામાં આવ્યાં નથી. સોમવારે દ્વારકાના જૂના ગોમતીઘાટ રામમંદિર પાસે ટુરીઝમ વિભાગ દ્વારા વિકાસકાર્યોમાં બનાવવામા ં આવેલા 16 કલાત્મક પીલોરો સાથેના બે પરઘોલા જર્જરીત થઈ ગયાં હતાં. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી. ડુડીયા અને એન્જીનીયરની હાજરીમાં પાલિકાના માણસોને બોલાવી હથોડા મારી તોડી  આવ્યાં હતા. ત્યારે ભ્રષ્ટાચારયુક્ત વિકાસકામોના પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Related posts

મેલાણ ગામે દસ શખ્સો તિક્ષ્ણ હથિયારો વડે યુવાન પર તૂટી પડ્યા

Nawanagar Time

ખંભાળિયામાં પતિને ફરજ પર જવાની ચિંતામાં સૈનિક યુવાનની પત્નિનો આપઘાત

Nawanagar Time

ગરબામાં પણ મોદી-ભાજપની ડિમાન્ડ

Nawanagar Time

Leave a Comment