Nawanagar Time
ગુજરાત

દ્વારકાનું ભડકેશ્ર્વર મહાદેવ મંદિર યાત્રિકો માટે જોખમી

dwarkas-bhadkeshwar-mahadev-temple-is-dangerous-for-pilgrims

દરિયાઈ થપાટો ખાઈ-ખાઈ કમ્પાઉન્ડ વૉલ ધરાશયી બની છતાં વહિવટી તંત્ર દ્વારા જાળવણીનો અભાવ

યાત્રાધામ દ્વારકામાં દરિયાઇ કાંઠે પાસે  સનસેટ પોઇન્ટની બાજુમાં સમુદ્રની વચ્ચે આવેલ પૌરાણીક ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તેની કમ્પાઉન્ડ દિવાલ અને પરિસર દરિયાઇ મોજાના ઝાપટો વચ્ચે લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોવાથી સબંધિત તંત્ર દ્વારા પૌરાણિક મંદિર માટે જાળવણીનો અભાવથી મંદિર પરીસરમાં પરિક્રમા કરતાં ભાવિકોને પરીસરની કમ્પાઉન્ડ દિવાલ તુંટીને જમીન દોષ થઇ ગયેલ તેમજ જમીનના  પથ્થરો ઉખડી ગયેલ હોવાથી યાત્રીકો જોખમીમાં મુકાઇ જાય છે.

સરકાર દ્વારા દ્વારકાને હેરિટેજ સ્માર્ટ સીટીનો દરજજો આપેલ હોય છે સરકાર મોટા બણુગા ફુકે છે  કરોડો રૂપિયાની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતા કયા કારણો સર આ મંદિરનું સમારકામ કરવામાં નથી આવતું  તેમજ દેશ વિદેશમાંથી ભાવિકો ભગવાન દ્વારકાધિશના દર્શન  માટે આવે છે  તે ભાવિકો જરૂર ભડકેશ્રવર મહાદેવ મંદિરના દર્શન કરવા પહોચે છે ત્યારે આવનાર યાત્રીકો આ મંદિરની હાલત જોઈ ખરાબ છાપ લઇ જાય છે આવનાર દિવસોમાં દરિયામાં આખરની ભરતીમાં સમુદ્રના તોફાની મોજા ઉછળીને ભડકેશ્ર્વર મહાદેવ મંદિર અંદર આવે છે ત્યારે આ મંદિર ને વધુ નુકસાન ન પહોંચે તે  સબંધી તંત્ર હરકતમાં આવશે કે નહી તેમજ ભડકેશ્ર્વર મહાદેવ મંદિર સમુદ્ર ની વચ્ચે આવેલુ હોય આ મંદિર મા યાત્રિકો દર્શન કર્યા બાદ સમુદ્રનો નઝારો જોતા જ મોબાઈલ માં સેલ્ફી ફોટા પાડવના ચકરમાં ભાન ભુલી જાય છે કે આ જગ્યા જોખમી હોવાના સુચનો બોડ પણ ત્યા મારેલ ન હોવાથી પોતાના  પણ પરવા કર્યા વગર સેલ્ફી ફોટા પાડતા નજર પડતા હોય છે.

dwarkas-bhadkeshwar-mahadev-temple-is-dangerous-for-pilgrims
dwarkas-bhadkeshwar-mahadev-temple-is-dangerous-for-pilgrims

શિવરાત્રીના દિનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ત્યાં શિવરાત્રીના દિવસે દર વર્ષ ની જેમ આ વર્ષ  લોક મેળો યોજાનાર  હોય સ્થાનિક ઓખામંડળ ના હજારો લોકો એકી સાથે શિવરાત્રી ને દિન ભડકેશ્ર્વર મહાદેવના મંદિરે  દર્શનાર્થે આવનાર હોય ત્યારે  લાગણી ના દુભાઇ તેમજ કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે પહેલા સબંધિત તંત્ર દ્વારા ત્યા કંપાઉન દિવાલ તેમજ પરીક્રમા કરતિ વખતે મસમોટા પથ્થરો જમીનમાંથી ઉખડી ગયેલ હોવાથી તાત્કાલીક સમારકામ થવુ જરૂરી છે.

Related posts

હું કોંગ્રેસનો વફાદાર સૈનિક: ધારાસભ્ય વલ્લભ ધારવિયા

Nawanagar Time

જામનગરમાં કાશ્મીરીઓ રાતવાસો કરી ગયાં ! વાડીનારથી મળ્યા

Nawanagar Time

દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ રક્તદાન કેમ્પ યોજી વિરોધ પ્રદર્શિત કર્યો

Nawanagar Time

Leave a Comment