Nawanagar Time
જામનગર

દ્વારકાના વિકાસ કામોના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો અને થયું કઈક આવું..

ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ ર૦૧૦ આસપાસના સયમગાળામાં યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા થયેલા વિકાસ કામોમાં ‘લોટ-પાણીને લાકડા’ જેવા કામ થયા છે અને મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાના ઘટસ્ફોટ પછી ગાંધીનગરથી .ચ્ચ અધિકારીઓ દ્વારકા દોડી આવ્યા છે અને તપાસનો ધમધમાટ ચાલુ થયો છે.

આ વિકાસ કામોમાં દ્વારકામાં થયેલા કૌભાંડ અંગે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે અને ભ્રષ્ટાચારની ચાડી ખાતા વિકાસ કામોની મુલાકાત લઈ સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી સંલગ્ન તંત્રના વિભાગોની ટીમ દ્વારા રાવળા તળાવ, ગાયત્રી મંદિર બીચ, ગોમતી ઘાટ, ધીરૃભાઈ અંબાણી માર્ગ, શહેરમાં કરવામાં આવેલા વિકાસ કામોની ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

વિકાસ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ થવાથી રાજ્ય સરકારની છબિ ખરડાઈ છે ત્યારે કરોડો રૃપિયાના ભ્રષ્ટાચાર પર કેવી રીતે ઢાંક પીછોડો કરવો તે અંગે પણ કેટલાક લેભાગુ તત્ત્વો કામે લાગ્યા છે. રાજ્યના વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ શરૃ થાય તે પહેલા જ સમગ્ર કૌભાંડમાં ભીનું સંકેલી દેવા અને નહીવત્ ક્ષતિઓના રિપોર્ટ આપી સમગ્ર પ્રકરણને ઠંડુ પાડી દેવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે.

Related posts

ધ્રોલમાં ભૂચરમોરીના મેદાનમાં ત્રિ-દિવસીય લોકમેળાનો પ્રારંભ, ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી

Nawanagar Time

ટેક્સ દરોડામાં હવે આઈટી અને જીએસટી કરશે ડેટા શેરીંગ

Nawanagar Time

ભાણવડ: પ્લાસ્ટિક બરણીએ કૂતરાને ચાર દિ’ ધંધે લગાડયો

Nawanagar Time

Leave a Comment