Nawanagar Time
ગુજરાત જામનગર

સ્વાઇન ફલૂથી દ્વારકાના વૃદ્ધનું મોત

dwarkas-elderly-death-due-to-swine-flu

જામનગરમાં સ્વાઇન ફલૂ મૃત્યુઆંક 22એ પહોંચ્યો: વધુ બે શંકાસ્પદ કેસ: બપોર બાદ રિપોર્ટ આવશે

જામનગર:-જાનમગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઇનફલુ વોર્ડમાં દર્દીઓનો વધારો નોંધાયો છે. સ્વાઇનફલુ શિયાળામાં થતો રોગ છે. તેમ છતાં શિયાળો જતાં જતાં પણ સ્વાઇનફલુએ વધુ એક દ્વારકાના વૃઘ્ધનો ભોગ લીધો છે. સ્વાઇનફલુને કારણે  મૃત્યુ આંક 22એ પહોંચ્યો છે. આ અગાઉ સ્વાઇનફલુના કારણે 21 લોકોના મૃત્યુ થઇ ચુકયા છે. ત્યારે આજે વધુ એક વખત દ્વારકાના વૃઘ્ધનું સ્વાઇનફલુને કારણે મોત થયું છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઇનફલુના દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો છે. સ્વાઇનફલુ વોર્ડમાં હાલ 10 પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્રણ દિવસ પહેલાં સ્વાઇનફલુ  12 દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે સવારે મળતી માહિતી અનુસાર જી.જી. હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં 10 દર્દીઓ સારવાર હેઠળ છે અને  સ્વાઇનફલુના 2 સંકાસ્પદ કેસ જણાયા છે. આજે બપોર બાદ આ બન્ને સંકાસ્પદ કેસનો રીપોર્ટ આવશે. અને સ્વાઇનફલુ ના કારણે દ્વારકાના 60 વર્ષના વૃઘ્ધ જાખરભાઇ માણેક નું આજે  મૃત્યુ થયું છે. સ્વાઇનફલુના કારણે થતાં મૃત્યુનો આંક 22 એ પહોંચ્યો છે. અત્રે નોંધનીય છે કે આ અગાઉ સ્વાઇનફલુના કારણે 21 વ્યકિતના મોત થઇ ચુકયાં છે. અને આજે ફરી એક મૃત્યુ નોંધાતા સ્વાઇનફલુએ વધુ એક વખત કાળો કહેર વર્તાવ્યો છે. તંત્ર દ્વારા આખરે સ્વાઇનફલુ સામે કોઇ નકર કાર્યવાહી કયારે  ધરવામાં આવશે ? તેવા સવાલો સ્વાઇનફલુ વોર્ડના મૃતકના સ્નેહીજનોએ કર્યો હતો. સ્વાઇનફલુને ડામવા માટે તંત્ર કયારે સજ્જ થશે ? સ્વાઇનફલુથી થતા મૃત્યુમાં વધારો થઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ત્યારે તંત્રએ સ્વાઇનફલુ રોગને કાબુમાં લેવા ઝુંબેશ શરૂ કરવાાની આવશ્યકતા છે.

Related posts

બેડેશ્વેર ઓવરબ્રિજથી બેડી બંદર સર્કલ સુધીના રસ્તાને નવો બનાવો

Nawanagar Time

સિક્કામાં ગ્રામજનોએ કર્યો પથ્થરમારોઃ પ્રાંત અધિકારી અને પોલીસ ઈજાગ્રસ્ત

Nawanagar Time

સોયલ ટોલનાકા નજીક રસ્તો ઓળંગી રહેલા પરપ્રાંતીય યુવાનને કારચાલકે કચડી નાખ્યો

Nawanagar Time

Leave a Comment