Nawanagar Time
ગુજરાત

દ્વારકાના પિલરોના ભ્રષ્ટાચારની ઉધઇ

Dwarka's pillar corruption

યાત્રાધામ વિકાસ ભ્રષ્ટાચાર મામલે પોલીસ ગાંધીનગર દોડી ગઇ

દ્વારકા:-યાત્રાધામ દ્વારકામાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસના કરોડો રૂપિયાના કામો કરવામાં આવ્યા છે.તાજેતરમાં કલાત્મક 22 જેટલાં પીલોર અજાણ્યા શખ્સોએ તોડી પાડયાની પાલિકા ચીફ ઓફીસરે પોલીસમાં તાપસ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત દ્વારકા પોલિસ ગાંધીનગર દોડી ગઇ છે. અને ગાંધીનગર યાત્રાધામ વિકાસ બોર્ડ  તમામ વિગતો માંગી છે. પીલર્સમાં મસમોટા ભ્રષ્ટાચારની પોલીસને આશંકા હોવાથી તેની વિગતો માંગી છે.

યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારકાના રિલાયન્સ રોડ પર જગત મંદિરના માર્ગે પર બનાવેલ 22 જેટલા કલાત્મક પિલરને કોઈ અજાણ્યા શકશો તોડી પાડવામાં આવ્યા ની ઘટના બની હતી જે ઘટના અંગે દ્વારકા પોલિસે ગાંધીનગર સુધી તપાસ લંબાવી  દ્વારકા પોલીસે ગાંધીનગર યાત્રાધામ વિકાસ બોર્ડ પાસેથી પિલરની ગુણવત્તા કેવી છે, પિલર બનાવવા માટે જે પ્લાન હતો તે મુજબ કામ થયું છે કે કેમ,પિલરનું કામ અને કેટલા સમય સુધી ટકી રહે અને કોન્ટ્રાકટર દ્વારા થયેલ કામમાં ગેરરીતિ થયેલ છે કે કેમ,નકશા અને લે આઉટ મુજબ કામ કરાયું તો ક્યાં  આ પિલર તૂટી શકે અને પિલર તૂટ્યા તો તેમાં ભ્રષ્ટાચાર થયો હોઈ તેવી શક્યતા હોઈ જેવી વિગતો મંગાવી છે.

પોલીસે તમામ સ્થળની મુલાકાત લીધી છે. જે બાદ પિલરના કામમાં ગેરરીતિ આચરેલ હોઈ તેવી શંકાના આધારે યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર સુધી તાપસ લંબાવાઈ છે.

Related posts

જામનગરમાં જુની અદાવતમાં યુવાનની સરાજાહેર હત્યા

Nawanagar Time

ઐતિહાસિક જીત બદલ ખંભાળિયામાં પૂનમબેન માડમનું અદકેરૂં સન્માન

Nawanagar Time

આયુર્વેદ યુનિવર્સિટીના સ્થળાંતર થાય તો જોયા જેવી : ધારાસભ્ય માડમ

Nawanagar Time

Leave a Comment