Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે ભાવિકોના ઘોડાપૂર

dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival

જામનગર:-યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે  દિવસો બાકી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે.

યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોઈ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાીળયા ઠાકોરની સાથે રંગે રમવા ફૂલડોલ મહોત્સવ દરમ્યાન પગપાળા આવી રહયા છે. ઠેકઠેકાણે સેવા કેમ્પો લગાડયા છે. જેમાં  ચા-નાસ્તો, ભોજન તેમજ આરામની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. આ ઉપરાંત પગપાળા જતા શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે. તો પડયાત્રાળુનો થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે. ત્યારે દ્વારકા જતાં તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગૂંજી રહ્યો છે એ એ  રસ્તા પર ભાવિકો સંગ ભજનનો સંગમ જામ્યો છે.

ધૂળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે. પરંતુ, ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે તો દર વર્ષે હોળિકા દહન થઇ ગયા બાદ  દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. આગામી તારીખ 20ના રોજ હોળી ઉત્સવ તેમજ તેના બીજા દિવસે બપોરે 2:00 થી 4:00 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં યાત્રાળુ અહીં પધારી રહ્યા છે.

dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival
dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival
dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival
dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival
dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival
dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival
dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival
dwellers-in-the-dwaraka-for-the-foddoll-festival

 

Related posts

પ્રેમમાં પાગલ બની આપઘાત કરવા નીકળેલી સગીરાને બચાવતી ટીમ 181

Nawanagar Time

જામનગરમાં જાહેરનામા ભંગની પાંચ ફરિયાદ

Nawanagar Time

ખંભાળિયા: હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે ચાલતું આંદોલન સમેટાયું

Nawanagar Time

Leave a Comment