Nawanagar Time
ટેક્નોલૉજી

સ્માર્ટફોન ખોવાઇ જાય તો વોટ્સએપની ચેટને સુરક્ષિત રાખવાની સરળ ટ્રિક્સ

easy-tricks-to-keep-whatsapp-chat-safe-if-lost-on-smartphone
  • પહેલા સિમ કાર્ડને લોક કરાવો. આમ કરવાથી કોઇ પણ તમારું વોટ્સએપ ઓપન નહીં કરી શકે
  • નવું સિમ કાર્ડ યૂઝ કરવા ઇચ્છતા તો  [email protected] ઇમેલ આઇડી પર મેલ કરો

વોટ્સએપ અત્યંત પોપ્યુલર મેસેજિંગ એપ છે. અત્યારના સમયમાં મોટાભાગના લોકો આ મેસેન્જિંગ એપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ પર ઘણીવાર લોકો પ્રાઇવેટ મેસેજ અને ઇન્ફર્મેશન શેર કરતાં હોય છે. આવી સ્થિતિમાં જો ક્યારેક લોકોનો મોબાઇલ ફોન ખોવાઇ જાય કે ચોરાઇ જાય ત્યારે શું કરવું?

વોટ્સએપ ચેટને સિક્યોર રાખવા માટે

  1. સૌથી પહેલા ચોરાઇ ગયેલા ફોનના સિમ કાર્ડને લોક કરાવો. આમ કરવાથી કોઇ પણ તમારું વોટ્સએપ ઓપન નહીં કરી શકે. આ માટે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરને કોલ કરો
  2. નવું સિમ કાર્ડનો યૂઝ કરો અને ગુમ થયેલા કે ચોરી થયેલા ફોનમાં જે નંબર પર વોટ્સએપ ચાલતું હોય તે નંબરથી જ એક્ટિવેટ કરો. હંમેશા યાદ રાખો કે વોટ્સએપને એક સમયે માત્ર એક જ નંબરથી એક્ટિવેટ કરી શકાય છે.
  3. જો તમે નવું સિમ કાર્ડ યૂઝ કરવા ઇચ્છતા તો  [email protected] ઇમેલ આઇડી પર મેલ કરો. ઇમેલમાં લખો કે, ‘Lost/Stolen: Please deactivate my account’. સાથે ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ફોન નંબર પણ લખો.
  4. નવા ફોનમાં વોટ્સએપના મેસેજ પાછા જોઇતા હોય તો ગૂગલ ડ્રાઇવમાંથી બેકઅપ મેસેજ કરો અને ચેટ પાછી આવી જશે. આ કામ હંમેશા પહેલા જ કરવું.
  5. આ દરમિયાન તમારા કોન્ટેક્ટ તમને મેસેજ મોકલી શકશે પરંતુ તે 30 દિવસો સુધી પેન્ડિંગ રહેશે. જો તમે પોતાનું એકાઉન્ટ ડીલિટ થાય તે પહેલા એક્ટિવેટ કરશો તો તમારી પાસે પેન્ડિંગ મેસેજ પણ આવશે.
  6. જો તમે 30 દિવસોની અંદર પોતાના એકાઉન્ટને એક્ટિવેટ નહીં કરો તો તમારું એકાઉન્ટ હંમેશા માટે ડીલિટ થઇ જશે. વળી, સિમ કાર્ડ લોક અને ફોન સર્વિસ નહીં હોય તો પણ તમે વાઇ-ફાઇ દ્વારા વોટ્સએપનો યૂઝ નહીં કરી શકો. આવું ત્યારે થશે જ્યારે તમે એકાઉન્ટ ડિએક્ટિવેશન રિક્વેસ્ટ નહીં કરો. વોટ્સએપ તમને ખોવાયેલા ફોનને લોક કરવામાં મદદ નહીં કરે.

 

Related posts

યુટ્યુબનું નવુ મ્યુઝિકલ ફીચર, ગૂગલ પ્લે મ્યુઝિકની એપને રિપ્લેસ કરે તેવી શક્યતા

Nawanagar Time

OnePlus આગામી વર્ષે લોંચ કરશે 5G સ્માર્ટફોન…

Nawanagar Time

આ એપની મદદ થી જણો કે ચેન્જિન્ગ રૂમમાં હિડેન કેમેરા છુપાળેલ છે કે નહિ…

Nawanagar Time

Leave a Comment