Nawanagar Time
હેલ્થ ટીપ્સ

શાકભાજી અને ફળ ખાઈને પણ વજન ઘટી રહ્યો નથી? આ 5 ભૂલ હોઈ શકે છે કારણ

eating-vegetables-and-fruits-is-also-not-falling-because-this-can-be-a-5-error

વજન ઘટાડવા માટે વેગન ડાયેટ (ફળ અને શાકભાજી)ને ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. વૈજ્ઞાનિક શોધોનું માનીએ તો વેગન ડાયેટ વજન ઘટાડવાનો સૌથી હેલ્ધી અને સરળ વિકલ્પ છે. દુનિયાભરમાં લોકો ઝડપથી વજન ઘટાડવા માટે અને સ્વસ્થ રહેવા માટે શાકાહારી ભોજનનું સેવન કરે છે. પણ તમે ઘણીવાર શાકભાજી અને ફળ ખાઓ છો છતાં તમારો વજન ઓછો થતો નથી. તેનું કારણ તમારી કેટલીક ભૂલો છે, જેને તમે ડાયેટિંગ દરમિયાન રિપીટ કરો છો. આવો તમને બતાવીએ વેગન ડાયેટ દરમિયાન થતી કેટલીક ખાસ ભૂલો, જેના લીધે તમારું વજન ઘટાડવાનું લક્ષ્ય પૂરું થતું નથી.

  • એવું માનવામાં આવે છે કે ફળ અને શાકભાજી ખાઈને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો
  • જો તમે આ 5 ભૂલ કરો છો, તો તમારું વજન સરળતાથી ઘટશે નહીં
  • તમે જેને હેલ્ધી માનતા હો તેવું ભોજન પણ ઘણીવાર તમારું ચરબી વધારી શકે છે
  1. ફળ અને શાકભાજી જેટલા ખાવા હોય એટલા ખાઓ એવી માન્યતા છે, પણ એવું નથી

મોટાભાગના લોકોને લાગે છે કે ફળ અને શાકભાજી તો શાકાહારી અને પ્રાકૃતિક ભોજન છે, તેને જોઈએ એટલું ખાઈ શકાય છે, પણ એવું બિલકુલ નથી. દરેક સ્થિતિમાં તમને ખબર હોવી જોઈએ કે તમારા શરીરની જરૂરિયાત હોય તેટલું જ ભોજન લેવું જોઈએ. જે લોકો વેગન ડાયેટ પર આધાર રાખે છે, તે ઘણીવાર ફળ અને કાચા શાકભાજીઓના નામે ઘણું બધું ફ્રૂટ અને સલાડ ખાઈ લે છે. જેના પરિણામે તેમનું વજન વધી જાય છે.

  1. ખાવાનો એક સમય નક્કી ન કરવો

તમે કોઈપણ ડાયેટ અપનાવો કે ન અપનાવો, પણ શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમ ખુબ જરૂરી છે. દરરોજ એક જ સમયે જમવાનો પ્રયત્ન કરો. દરેક સ્થિતિમાં તમને એ ખબર હોવી જોઈએ કે તમે જમવાનો સમય નક્કી કરીને જ પોતાનો વજન કંટ્રોલમાં કરી શકો છો. જો તમે આવું નથી કરતા તો તમે ગમે તેટલા પ્રયત્ન કરી લો પણ તમારા વજનમાં ઘટાડો આવશે જ નહીં.

  1. શાકભાજી નાખવાથી જંક ફૂડ હેલ્ધી થઇ જાય છે

આપણું મન આપણો મનપસંદ સ્વાદ મેળવવા માટે જુદા-જુદા વિકલ્પ શોધતું હોય છે. આ જ કારણ છે કે ઘણા લોકો ઢગલાબંધ શાકભાજી નાખીને જંક ફૂડ ખાતા હોય છે, પણ એવું નથી. હકીકતમાં પ્લાન્ટ બેઇઝડ ફ્રોઝન ફૂડ, ડેઝર્ટ કઈ પણ ખાવાથી વજનની સ્થિતિમાં કોઈ ફેરફાર થઇ શકતો નથી.

  1. ચા-કોફીથી ફેર પડતો નથી

જો તમે વજન ઘટાડવા માટે વેગન ડાયેટને પસંદ કરો છો, તો તમારે સંપૂર્ણ રીતે નિયમોનું પાલન કરવું જોઈએ. મોટાભાગના લોકો દિવસમાં 3થી 4 કપ ચા કે કોફી પી લેતા હોય છે અને વિચારે છે કે તેનાથી કોઈ ખાસ ફેર પડતો નથી. જો તમે ચા કે કોફી વિના રહી શકતા ન હોય તો ગ્રીન ટી, લેમન ટી, જીંજર ટી વગેરે દિવસમાં 2 વાર થોડી ખાંડ નાખીને પી શકો છો.

  1. વધુ પ્રોટીન ધરાવતું ફૂડ ખાવું

વજન ઓછું કરવા માટે ડાયેટ ચાર્ટ બનાવવાનો હોય છે, પણ તેમાં ધ્યાન રાખવાનું હોય છે કે આખરે આપણે પ્રતિ દિવસ કેટલા પ્રોટીનની જરૂર હોય છે. ઘણીવાર લોકો પોતાનો વજન એટલે ઓછો નથી કરી શકતા કારણકે તેઓ જરૂર કરતાં વધુ પ્રોટીન લેતા હોય છે. વેગન ડાયેટ પર આધાર રાખતી વખતે તમારે પ્રતિ દિવસ માત્ર 60 ગ્રામ પ્રોટીનની જ જરૂર પડે છે.

Related posts

તમારી બારી પર વારંવાર આવીને બેસતા કબૂતરને ઉડાવી દેજો, નહિ તો પરિણામ ગંભીર આવશે

Nawanagar Time

ખુશ રહેવું છે તો હસતાં રહો, કારણ કે તેનાથી સકારાત્મક વિચારો આવે છે

Nawanagar Time

શું શિયાળામાં વજન વધી જાય છે ?? તો ફોલો કરો આ ડાયેટ અને ખાઓ બિન્દાસ્ત..

Nawanagar Time

Leave a Comment