Nawanagar Time
ગુજરાત જામનગર

શિક્ષણ અને આરોગ્ય સમાજ જીવનના પાયાના અધારસ્તંભ છે: સાંસદ પૂનમબેન માડમ

education-and-health-society-are-the-key-pillars-of-life-mp-poonam-babu-madam

ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ

જામનગર:-કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીંકીગ વોટર પ્રોગ્રામ, ફસલ વિમા યોજના, નેશનલ હેલ્થ મિશન,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડિઝિટલ ઇન્ડીયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતાપૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. આ સંદર્ભે જામનગર સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનિટરીંગ કમિટીની બેઠક કલેકટર કચેરીની સભા ખંડ ખાતે યોજવામાં આવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યુ કે, “સરકાર તરફથી લોક ઉપયોગી અનેક યોજનાઓ કાર્યવંત છે તે યોજનાઓ સાચા અર્થે લોકો સુધી પહોંચે તે માટે લોકોને આ યોજનાઓની સાચી સમજ આપી તેમને જાગૃત કરવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ કે શિક્ષણ અને આરોગ્ય સમાજ જીવનના પાયાના આધારસ્તંભ છે ત્યારે સારૂ શિક્ષણ અને કુપોષણ દૂર કરવા માટે લોકોમાં જાગૃતતા લાવવાની ખૂબ જ જરૂરિયાત છે.’ આ તકે સાંસદે જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતવાર સમિક્ષા કરી હતી અને અધિકારીઓ સાથે યોગ્ય પરામર્શ કરી લોકોને યોજનાઓનો પુરો લાભ મળે તે માટે સુચનો કર્યા હતા.

Related posts

અનિરૂદ્ધસિંહ જાડેજાની સજા માફી અંગે જાહેર હિતની અરજીથી ખળભળાટ

Nawanagar Time

દ્વારકા જિલ્લાનું ભાણવડ સર્પ સંગ્રહાલય બનાવી શકાય તેવી સંભાવના

Nawanagar Time

કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ

Nawanagar Time

Leave a Comment