Nawanagar Time
ટેક્નોલૉજી શિક્ષણ

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય : હવેથી શાળામાં PUBG નહિ રમી શકાય

education-departments-decision-will-not-be-playing-pubg-school

ગાંધીનગર:-શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર રાજ્યા શિક્ષણ વિભાગે જાહેર કર્યો છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે પબજી ગેમ ન રમવા અંગે રજૂઆત કરી હતી.

જેને શિક્ષણ વિભાગે ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરી પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ ન રમવાના પાઠ શીખવવા શિક્ષકોને સૂચના આપી છે. આજના યુવાનો, ટીનેજર્સ તથા નાની વયના બાળકોને પણ પબજી ગેમનું ઘેલું લાગ્યું છે. જેની વિપરીત અસર તેમના પર થઈ રહી છે.

ગેમ રમનારાઓ આ રમતમાં એવા તો ખોવાઈ જાય છે કે, તેમને સમયનું ભાન રહેતુ નથી. તેમને આસપાસની દુનિયાનું ભાન પણ રહેતું નથી. બાળકો તથા યુવાનોને આ બાબતની લત લાગી જાય છે, અને તેમના માટે ગેમની લતમાઁથી બહાર આવવું બહુ જ મુશ્કેલ બની જાય છે. તેથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા પરિપત્ર જાહેર કર્યો છે.

આ મામલે શિક્ષણ વિભાગે ગેમથી થતા નુકશાનને પણ ધ્યાને લીધા છે. પબજી ગેમથી થતા નુકશાનના પાઠ પણ શિક્ષકો બાળકોને શીખવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે.

તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરી સ્કૂલમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ સાથે દરેક સ્કૂલને આદેશ કરવામાં આવશે કે, શિક્ષકો બાળકોને પબજી ગેમ ન રમવા માટે કેળવણીના પાઠ ભણાવશે.

Related posts

આજથી આરટીઇમાં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ

Nawanagar Time

સુરતમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે

Nawanagar Time

ફેસબુક શરૂ કરશે નવી સેવા, યુઝર્સના મેસેજ ફેસબુક પણ નહીં વાંચી શકે

Nawanagar Time

Leave a Comment