Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના ગરીબી નિવારણ અભિયાન મંચ દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને અપાશે શિક્ષણ

education-will-be-given-to-slum-children-by-jamnagars-poverty-alleviation-campaign-platform

દર રવિવારે ગરીબ બાળકોને શિક્ષણ આપવા શરૂ કર્યો અનોખો સેવા યજ્ઞ

જામનગર:-જામનગર શહેરમાં ગરીબ અને શ્રમિક  બાળકોને વિનામુલ્યે શૈક્ષણિક કોંચીંગ આપી તેઓને શિક્ષણમાં રસ લેતાં કરવા માટે ઓટલા પર ચાલતા અનોખા ગુરૂકુળની શરૂઆત જામનગરની સંસ્થા ગરીબી નિવારણ અભિયાન મંચ દ્વારા શરૂઆત કરવામાં આવી છે.

શ્રમિક અને સ્લમ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં વસતાં અતિ ગરીબ પરિવારના બાળકોને શિક્ષણથી વાકેફ કરી તેમને યોગ્ય માર્ગદર્શન તથા યોગ્ય તાલીમ દ્વારા આવા  બાળકોને શિક્ષણના ક્ષેત્રમાં લાવી દેશમાં તેમનું યોગદાન પુરવાર થાય તે માટે ગરીબી નિવારણ અભિયાન મંચ ટ્રસ્ટ દ્વારા ખુબ જ સરાહનીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે. દર રવિવારે રજાના દિવસો આવા ગરીબ બાળકોને ઓટલા પર બેસાડી શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય ચાલુ કરવામાં આવ્યુ છે.

આ સંસ્થાના ક્ધવીનર એડવોકેટ રફીક એસ.  દ્વારા જણાવાયું છે કે, આવા ગરીબ બાળકોને શિક્ષણ આપવા ઇચ્છુક, યુવાનો, નિવૃત શિક્ષકો, અધ્યાપકો, અઠવાડિયાનો એક દિવસ રવિવારે પોતાનો કિંમતી સમય આપી સમયનું દાન આપવા ઇચ્છતા દરેક લોકોને સાથે આવવાનું આહ્વાન કર્યુ છે જે આ સંસ્થાના ક્ધવીનર દ્વારા અખબારી યાદી જાહેર કરી દરેક સેવાભાવી લોકો આ ખુબ જ સારા  જોડાઇ તે માટે આ સંસ્થાના ક્ધવીનર એડવોકેટ રફીક એસ. મકવાણાના મો.98248 96580 ઉપર સંપર્ક કરી શકે છે.

Related posts

જોડિયા: ગાંધી જયંતિ નિમિતે પ્લાસ્ટીક મુકત સ્વચ્છતા અભિયાન

Nawanagar Time

દૂધના કેનમાં દેશી દારૂની હેરફેર

Nawanagar Time

શિયાળો શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ઘટાડો: ગૃહિણીઓમાં હાશકારો

Nawanagar Time

Leave a Comment