Nawanagar Time
ગુજરાત જામનગર

હું ચૂંટણી ન લડી શકું તેવા પ્રયાસો થઈ રહ્યાં છે: હાર્દિક

efforts-are-being-made-that-i-can-not-contest-elections-hardik

હાર્દિક કહે છે; ‘લોકશાહીમાં વિરોધ કરવાનો બધાંને અધિકાર છે: વિરોધ કરનારનો વિરોધ કરૂં તો મારામાં અને મોદીમાં શું ફેર?’

જામનગર:-કોગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ બે દિવસથી જામનગર  દેવભૂમિ દ્વારકાની મુલાકાતે છે. ત્યારે આજે જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીતમાં સ્ફોટક ખુલાસો કર્યો હતો કે, હું ચૂંટણી ન લડી શકું તે માટે વિરોધીઓ દ્વારા તમામ સ્તરે પ્રયાસો થઈ રહ્યાં છે. સરકાર, પોલીસ, પ્રસાશન, કાયદો-વ્યવસ્થા, કંપનીઓ સહિતના લોકો ભેગા મળી પ્રયાસો કરી રહ્યાં છે.

લોકસભા બેઠકના સંભવિત ઉમેદવાર હાર્દિક પટેલે ઉમેર્યું હતું કે, જામનગરથી ચૂંટણી લડવા મારી તમામ તૈયારીઓ છે. છતાં પણ કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો પાર્ટી જે આદેશ આપશે તે પ્રમાણે કામ કરીશ. જામનગર લોકસભા બેઠકમાં પાટીદાર મતદારો બહોળી સંખ્યામાં છે, તેવા સંજોગોમાં ગઈકાલે થયેલાં વિરોધ અંગે તેણે જણાવ્યું હતું કે,  લોકશાહીમાં વિરોધ કરવાનો બધાંને અધિકાર છે. તેમને વિરોધ કરતાં હું રોકી ન શકું. જો હું આમ કરું તો મારામાં અને વડાપ્રધાન મોદીમાં શું ફરક?!

જામનગર જિલ્લામાંથી શા માટે ચૂંટણી લડશો? તે અંગેના જવાબમાન હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાલારમાં સૌથી વધુ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે છતાં યુવાનો બેરોજગાર છે. વિશાળ  છે અને દરિયાના પાણી મીઠા બનાવવાના પ્રોજેકટ્સ શરૂ થાય છે, છતાં દ્વારકા અને જામનગર જિલ્લામાં પીવાના પાણીની તંગી છે. લોકોને સારૂ અને સસ્તુ શિક્ષણ નથી મળતું. આથી, હું ચાર મુદ્દા ઉપર ચૂંટણી લડવાનો છું. લોકોને સસ્તું શિક્ષણ મળે, બેરોજગારી ખતમ થાય અને યુવાનો રોજગારી મળે, ખેડૂતો આત્ત્મહત્યા કરતા અટકે  ચૂંટાયેલા નેતા તરીકે હું સતત લોકોના પ્રશ્ર્નો ઉકેલું તે માટે પ્રાથમિકતા રહેશે.

હાર્દિક પટેલની હાલાર યાત્રા દરમિયાન આજે બપોર બાદ ભાણવડ તાલુકામાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી હાથલા ગામે પ્રસિદ્ધ શનિદેવ મંદિરના દર્શને જશે અને સાંજે ભાટીયા નજીક સરપંચ એસોસિયેશનના મિત્રો સાથે આગામી ચૂંટણી અંગેની રણનીતિ ઘડવા બેઠક યોજશે. દરમિયાન રાત્રિના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે રાજકીય આગેવાનો અને જિલ્લા પંચાયત-દ્વારકાના સભ્ય મેરઘભાઈ ચાવડાના નિવાસસ્થાન ઉપર સામાજિક પ્રસંગમાં હાજરી આપી ત્યારબાદ લીમડી ગામે યોજાયેલ લોકડાયરામાં હાજરી આપશે જ્યાં લોકડાયરામાં આહીર સમાજ દ્વારા હાર્દિક પટેલનું ભવ્ય  કરવામાં આવનાર હોવાનું હાર્દિક પટેલના મીડિયા સંયોજક દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે.

Related posts

જામનગર પ્રવેશ માટે ધસારો: ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ

Nawanagar Time

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વાતંત્રતા પર્વની શાનદાર ઉજવણી

Nawanagar Time

જામનગરથી શ્રમિકોને લઈને સાતમી ટ્રેન રવાના

Nawanagar Time

Leave a Comment